અમદાવાદમાં ડીઝલનાં બદલે પાણી વાહનમાં ભરાતા હોબાળો

New Update

અમદાવાદ શહેરમાં એક પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરાવાવ માટે આવેલા વાહન ચાલકોને ડીઝલનાં બદલે ગાડીમાં પાણી ભરાતા ભારે હોબાળો થયો હતો.

વાહન ચાલકોનાં હોબાળા બાદ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ગ્રાહકોને પડેલ મુશ્કેલી અંગેની જવાબદારી લીધી અને જે પણ ખર્ચો થાય તે સેલ કંપની આપશે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

જોકે પેટ્રોલ પંપની નોઝલમાં પાણી આવ્યુ કઈ રીતે તે તપાસનો વિષય બની ગયો છે.

Latest Stories