અમદાવાદ : દિવાળીના તહેવારમાં દર્દીઓ માટે શરૂ કરાયું “ડોક્ટર ઓન કૉલ” અભિયાન, જાણો કેટલા કલાક મળશે સેવા..!

0

રાજ્યભરમાં લોકોમાં દિવાળીના તહેવારને મનાવવા માટે ભારે ઉત્સાહ છે, ત્યારે અમદાવાદમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી તબીબો દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા પુરી પાડવામાં આવશે. તહેવારના સમયે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મેડિકલ એસોસિએશનના તબીબો આગામી તા. 14થી 19 નવેમ્બર દરમ્યાન ડોક્ટર ઓન કોલ સેવાના અભિયાનમાં જોડાશે.

દિવાળીના તહેવારમાં રજાનો માહોલ હોય છે. આ દિવસોમાં તબીબો પણ રજા પર રહેતા હોય છે, ત્યારે અમદાવાદમાં લોકોને ઈમરજન્સી સેવા મળી રહે તે માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં તબીબોની અછતને પહોંચી વળવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સવારે 7થી રાત્રે 10 કલાક સુધી લોકોની સેવા માટે તબીબો ઉપલબ્ધ રહેશે. શહેરના અલગ અલગ વિસ્તાર મુજબ મેડિકલ એસોસિયેશને 15 જેટલા કોર્ડીનેટરની નિમણૂંક કરી છે. જેમને ફોન કરવાથી તેમના વિસ્તારમાં હાજર તબીબ અંગે જાણકારી મેળવી શકશે અને સારવાર કરાવી શકશે. કોરોનાની મહામારી પણ છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના અભિયાનથી નગરજનોને ખૂબ મોટી રાહત મળશે. જોકે આ તબીબોની યાદી અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી મેડીકલ એસોસિએશન અને ફેમીલી ફીઝીશીયન એસોસિએશન તરફથી આ સેવા આપવામાં આવે છે. જેમાં દર વર્ષે અંદાજે 1 હજાર જેટલા લોકો સેવાનો લાભ લેતા હોય છે. હાલ કોવિડના સમયમાં દર્દીઓને વિનામૂલ્યે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે, ત્યારે હવે દિવાળીમાં પણ ડોક્ટર ઓન કોલ સેવા દ્વારા દર્દીઓને સેવા પુરી પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here