/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/BJP_1566275823074_1570037469187.jpg)
વિધાનસભાની પેટાચૂંટણીમાં અમરાઈવાડીમાં રસાકસીનો જંગ જોવા મળી હતી. ત્યારે વાત કરવા જઈએ તો કુલ 19 રાઉન્ડમાં મત ગણતરી થઇ હતી તથા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ સવારથી કાઉન્ટિંગ સેન્ટરે આવી પહોંચ્યા હતા. ત્યારે કેટલાક સમીકરણો પણ બદલાતા જોવા મળ્યા હતા.
પરંપરાગત ગણાતી અમરાઈવાડી બેઠકમાં ભાજપ સોળમાં રાઉન્ડ સુધી ક્યાંકને ક્યાંક હાર જોવા મળતી હતી. ત્યારે કોંગ્રેસના સોળમાં રાઉન્ડ સુધી જીત બતાવતી હતી. ત્યારે કોંગ્રેસ ૧૫ રાઉન્ડ સુધી 157 જેટલા લીડથી આગળ હતી અને ત્યારબાદ ધીરે-ધીરે જેમ જેમ બીજા બે થી ત્રણ રાઉન્ડ બાકી હતા. ત્યારે ભાજપે 2500થી વધુ લીડને આપીને એટલે કે પાંચ હજાર આંબીને આગળ વધી હતી. જો કે ત્રણ વાગ્યા બાદ ધીરે ધીરે જેમની ગણતરી આગળ વધવા માંડી તેમ તેમ ભાજપનો કેસરીયો પણ લહેરાતો જોવા મળ્યો હતો અને જ્યારે કોંગ્રેસમાં હતાશા જોવા મળી હતી. તો ગણતરી સેન્ટ ની વાત કરવામાં આવે તો બપોર બાદ પાંચ ઇવીએમ મશીન પણ બંધ થઈ ગયા હતા. જોકે થોડીવાર બાદ ચાલુ થઈ ગયા બાદ ભાજપને પોતાની પરંપરાગત બેઠક પર વિજય મળ્યો હતો તથા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેમને ડીજે અને ફટાકડા ફોડીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો