અરવલ્લી : શામળાજી નજીક હાઇવા ડમ્પરે બાઈકને અડફેટે બાઈકના બે ટુકડા, બે ના મોત

New Update
અરવલ્લી : શામળાજી નજીક હાઇવા ડમ્પરે બાઈકને અડફેટે બાઈકના બે ટુકડા, બે ના મોત

શામળાજી-ભિલોડા રોડ પર શામળપુર ગામ નજીક હાઈવા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર નાના કંથારિયાના બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા હાહાકાર મચ્યો હતો. શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલ મયુર કુમાર શૈલેષ ભાઈ સુવેરા આર્મી માં ફરજ બજાવતો હતો અને પરિવારમાં એક જ પુત્ર હોવાથી પરિવારનો કુળ દિપક બુજાતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

નાના કંથારિયાનો અને લશ્કરમાં ફરજ બજાવતો મયુર કુમાર શૈલેષભાઇ સુવેરા (ઉં.વર્ષ-૨૫) કામકાજ અર્થે રજા પર વતન આવ્યો હતો શુક્રવારે ગામનાજ મિત્ર લુકિયશકુમાર એલિયા ગામેતી (ઉં.વર્ષ-૨૨) એવેન્જર બાઈક પર શામળાજી થી ભિલોડા તરફ પસાર થતા શામળપુર ગામ નજીક કાળ બની ત્રાટકેલા હાઈવા ડમ્પર (ગાડી.GJ 31 C 4426 )ના ચાલકે ગફલતભરી રીતે હંકારી ધડાકાભેર ટક્કર મારતા બાઈકના બે ટુકડા થઈ જતા બાઈક સવાર ફોજી યુવક અને મિત્ર રોડ પર પટકાતા બંનેનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવકની લાશને પીએમ માટે ખસેડી ફોજી યુવકની માતા દિપીકાબેન શૈલેષભાઇ સુવેરાની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

નાના કંથારીયા ગામના આર્મી જવાન સહીત અન્ય આશાસ્પદ યુવકના મોતના પગલે શામળાજી હોસ્પિટલ ખાતે પરિવારજનો અને મોટી સંખ્યામાં સગા-સંબંધી ઉમટી પડ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી આદિવાસી સમાજના અગ્રણીઓ પહોંચી પરિવારજનોને શાંત્વના આપી અંતિમક્રિયામાં જોડાયા હતા.

Latest Stories