અરવલ્લી : સારવાર માટે ગયેલ પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, રૂપિયા૧૦ લાખના મુદ્દામાલ પર હાથ સાફ

New Update
અરવલ્લી : સારવાર માટે ગયેલ પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, રૂપિયા૧૦ લાખના મુદ્દામાલ પર હાથ સાફ

અરવલ્લી જિલ્લામાં ચોર અને લૂંટારુ ગેંગ પોલિસને ચેલેન્જ આપી રહી હોય તેવું લાગી રહ્યું હોય તેવું લ૨ગી રહ્યું છે. ચોરી અને લૂંટની ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બંધ મકાનને નિશાન બનાવતી ઘરફોડિયા ગેંગ થી ભયનો માહોલ પેદા થયો છે. બાયડની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતું શાહ દંપતી સારવાર કરાવવા વાત્રક હોસ્પિટલમાં જતા બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી હાથ સાફ કર્યા હતા. તસ્કરોએ તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા ૭ લાખ રૂપિયા સહીત સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧૦ લાખ થી વધુનો હાથફેરો કરતા દવાખાને પરત ફરેલ દંપતી પર આભ તૂટી પડ્યું હતું. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાયડની શિવમ પાર્ક સોસાયટીમાં બ્રિજેશ કુમાર કનુભાઈ શાહને પથરીનો દુખાવો ઉપડતા તેમની પત્ની પાયલ બેન સાથે વાત્રક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. વાત્રક હોસ્પિટલ નજીક રહેતા તેમના ભાઈના ઘરે રાત્રે વધુ પથરીનો દુખાવો થાય તો તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે રોકાયા હતા. આ સમયે બાયડ શિવમપાર્ક સોસાયટીમાં આવેલા તેમના બંધ મકાનમાં ચોર-લૂંટારુ ગેંગ ત્રાટકી દરવાજાનું તાળું તોડી ઘરમાં રહેલી તિજોરીનું લોક તોડી તિજોરીમાં રાખેલા રૂપિયા ૭ લાખ રૂપિયા રોકડા અને રૂપિયા ૩ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના લઈ રફુચક્કર થઈ ગયા હતા. ભોગ પરિવાર સારવાર કરી ઘરે પરત ફરેલા દંપતીએ ઘરના દરવાજાનું અને તિજોરીનું તાળું તૂટેલું જોતા ફાળ પડી હતી. તિજોરીમાં રહેલ રોકડા રકમ અને સોના-ચાંદીના દાગીના ગાયબ જણાતા માથે આભ તૂટી પડ્યું હતું. આ અંગે બાયડ પોલીસને જાણ કરાતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી પાયલબેનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories