અરવલ્લી : સેવા નિવૃત્ત કાર્યક્રમ યોજી, સમાજને આપ્યો વ્યસન મુક્તિનો સંદેશ

New Update
અરવલ્લી : સેવા નિવૃત્ત કાર્યક્રમ યોજી, સમાજને આપ્યો વ્યસન મુક્તિનો સંદેશ

સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે સમાજ દ્વારા અનોખી રીતે સન્માન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. શહેરોમાં પાર્ટી યોજીને જે-તે વ્યક્તિને સેવા નિવૃત્તીમાંથી વિદાય કરતા હોય છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં વિદાય સમારોહ અનોખી રીતે ઉજવીને સમાજ જીવન માટે અનોખો સંદેશો આપી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ખલીકપુર ગામે રહેતા વાલમભાઈ ખાંટ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા હતા, તેઓ ગત ત્રીસ તારીખના રોજ નિવૃત્ત થતાં સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમનું સન્માન કરીને વિદાય કર્યા હતા. જો કે, તેની સમાજના લોકોને ઇચ્છા હતી કે, કોઇક વ્યક્તિ સારા કાર્યમાંથી અને ખાસ સરકારી સેવામાંથી નિવૃત્તિ મેળવી છે ત્યારે તેમના કાર્યને આપણે બિરદાવવી જોઇએ. બસ આ જ વિચારને સમાજના આગેવાનોએ વિચાર્યું અને વાલમભાઈ ખાંટનો સન્માન સમારોહ યોજ્યો, જેમાં મોડાસાના દેવરાજ ધામના ગાદિપતિ ધનગિરી મહારાજને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ધનગિરી મહારાજે વ્યસન મુક્તિ માટે લોકોને અપીલ કરી હતી. એટલું જ નહીં તેમણે યુવાઓને શિક્ષિત બનાવવા માટે ખાસ ભાર આપ્યો હતો.

સમાજના અગ્રણી ડાહ્યાભાઈ ખાંટે પણ આ પ્રસંગે ઉદબોદન કરતા જણાવ્યું કે, દેવાયત પંડિતની આ ભૂમિ છે ત્યારે જિલ્લામાં મોટી યુનિવર્સિટીનું નિર્માણ થયા અને તેનું નામ શ્રી દેવાયત પંડિત યુનિવર્સિટી આપવામાં આવે તેનું જણાવ્યું હતું.

Latest Stories