/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/ashwin-sundar-accident-fire_650x400_51489813027.jpg)
આંતરાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયન અશ્વિન સુંદર અને તેની પત્નીનું શનિવારના રોજ એક કાર અકસ્માતમાં મુત્યુ પામ્યા હતા, આ ઘટના શુક્રવાર રાતના સમય થઈ હતી. તેમાં અશ્વિન સુંદર અને તેની પત્ની ચેન્નઈમાં રોડ પર ફરવા નીકળ્યા હતા અને તેમની કાર એક ઝાડ સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. અને કારમાં આગ લાગી ગઈ હતી. 27 વર્ષનો અશ્વિન સુંદર 2012 અને 2014માં LGB F4 શ્રેણી માં રાષ્ટ્રીય ચેમ્પિયન થયો હતો. અને તેની પત્ની 26 વર્ષની તે એક સ્થાનિક હોસ્પિટલની ડોક્ટર હતી.સુત્ર અનુસાર જાણવા મળ્યુ હતુ કે કાર ઝાડ સાથે અથડાયને આગ લાગી જવાના કારણે કોઈ ને બચાવી ના શકાયા, આ ઘટના ની જાણ થતા લોકો એ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ મિડીયાને જણાવ્યુ હતુ કે જ્યાં સુધી તેઓની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં કારમાં આગ લાગી ગઈ હતી અને અમને ખબર ન હતી કે દંપતી અંદર ફસાયા હતા, જેમાં અમે 16 મિનિટમાં આગ બુજાવી હતી અને બંને અંદર ફસેલા હતા, જેમાં મહિલાનો પગ ફસાયો હતો અને કારની ડ્રાઇવરની સીટ પર ગંભીર હાલતમાં અશ્વિન હતો.