Connect Gujarat
ગુજરાત

આદર્શ પશુપાલન માટે અંબાચ ગામના જયશ્રીબેન પટેલ આત્મામ એવોર્ડથી સન્માતનિત કરાયા

આદર્શ પશુપાલન માટે અંબાચ ગામના જયશ્રીબેન પટેલ આત્મામ એવોર્ડથી સન્માતનિત કરાયા
X

  • પશુપાલન નિયમિત આવકનોસ્ત્રોત છે - જયશ્રીબેન પટેલ

એગ્રીકલ્ચહરલ ટેકનોલોજી મેનેજમેન્ટ, એજન્સીદ ‘આત્મા' જિલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટ.ર્ડ સોસાયટી છે. આ એજન્સીનું મુખ્યત કાર્ય જિલ્લાની તમામ સંશોધન અને વિસ્તેરણ પ્રવૃતિઓનું સંકલન કરવાનું તથા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃતિઓ હાથ ધરવા અને કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થા ઓ સાથે જીવંત જોડાણ સ્થા પિત કરવાનું છે, અને આ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવાનું છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="109077,109078"]

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામના જયશ્રીબેન બંકિમચંદ્ર પટેલ પશુપાલન થકી ઘર ચલાવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં પારડી તાલુકા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં સામાજીક ન્યા ય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તેા બેસ્ટ તાલુકા ફાર્મર આત્માય એવોર્ડ પ્રાપ્તક કર્યો હતો.

જયશ્રીબેનનો પરિવાર અને તેમના ગામના અન્યા પરિવાર મુખ્યકત્ત્વે ખેતીવાડી દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. સૌ માટે પશુપાલન ગૌણ વ્યતવસાય હતો. ગામમાં ડેરી પાંચ કિમી દુર હતી ઘરની બહેનો ઘર કામમાં વ્યચસ્ત. હોવાના કારણે દૂધ પહોંચાડવા માટે ઘરના પુરૂષો ઉપર નિર્ભર રહેવુ પડતું. તેથી જયશ્રીબેન અને અન્યર બહેનો મળીને પોતાના ફળિયામાં જ દૂધ ડેરી શરૂ કરવા અરજી કરી. અધિકારીઓ દ્વારા સ્થુળ તપાસ કરતા જયશ્રીબેનના ઘરે જ દૂધ ડેરી શરૂ કરવા વર્ષ ૨૦૧૬માં મંજુરી મળી. હાલ જયશ્રીબેન દૂધ ડેરીના મંત્રી છે. પોતાના ફળિયામાં જ દૂધ ડેરી હોવાના કારણે ડેરીમાં દૂધ પહોચાડવા માટે પડતી તકલીફ દુર થઇ. હવે ઘરની બહેનો અથવા બાળકો કોઇ પણ આવી દૂધ ભરી શકતુ હતું. જેના કારણે ગામમાં પશુપાલનમાં વધારો થયો. તથા ડેરીની આવક બેંકમાં જમા થવાના કારણે પણ બહેનોમાં દૂધ ઉત્પા દન વ્યણવસાયમાં વધારો થયો છે.

ઉપરાંત આત્મા. પ્રોજેકટના કર્મચારીઓ દ્વારા પશુધન યોજના વિશે જાણકારી મળી. ગામના અન્યમ પરિવારોને સરકાર દ્વારા દૂધાળા પશુ લેવા માટે સહાય મેળવતા જોઇ પોતે પણ આ સાહસ કરવાનો વિચાર કર્યો. વર્ષ ૨૦૧૭માં હોસ્ટેપજ જાતની ૭ ગાયો અને ૧ જાફરી જાતની ભેંસ ખરીદી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રરમાંથી રૂપિયા ૩.૨૦ લાખની લોન પશુપાલન માટે લીધી. સરકારના આત્માઅ પ્રોજેકટ પશુધન યોજનામાં જોડાતાં ગાયો ખરીદવા માટે વપરાયેલા પુરેપુરા નાણાં પાછા મળી ગયા અને લોન ઉપર ૪૦ ટકા સબસીડીની સહાય પણ મળી. આ ગાયો દ્વારા દર રોજ ૪૦ થી ૪પ લિટર દૂધ પોતાના ઘરે ચાલતા દૂધ ડેરીમાં જમા કરાવે છે. અને મહિને ૩પ થી ૪૦ હજારની આવક મેળવે છે. ગાયોને જરૂરિયાત મુજબ દાણ, લીલો ઘાસચારો વગેરે આપે છે. લગભગ ૨ લાખના ખર્ચે ગાયોને રાખવા માટે આધુનિક તબેલો પણ બનાવવામાં આવ્યો છે.

જયશ્રીબેનના પતિ બંકિમચંદ્ર ખેતીવાડી સંભાળે છે. ગાયોના છાણ અને ગૌમુત્રને પાઇપ લાઇન થકી પોતાના ખેતરમાં પહોચાડી સજીવ ખેતી દ્વારા મુખ્ય ત્ત્વે ડાંગર, ભાત, કઠોળ અને આંબાવાડી દ્વારા સારી આવક મેળવે છે. ખેતી અને પશુપાલન બન્ને થકી સારી આવક મેળવતા પરિવારની આર્થિક પરિસ્થિવતિમાં સુધારો થયો છે અને પરિવારમાં મદદરૂપ થઇ શકયા છે. તેમના બે બાળકના ભણતરનો ખર્ચ પણ પુરો પાડી શકયા છે.

જયશ્રીબેન જણાવે છે કે પશુપાલન નિયમિત આવકનોસ્ત્રોત છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે. પતિ-પત્નીી એકબીજાના સાથ-સહકારથી બન્ને કામોમાં સમતોલન જાળવી સારી આવક મેળવી શકે છે.

હાલ અંબાચ ગામમાં લગભગ તમામ ઘરોમાં પુરૂષો નોકરી અથવા ખેતી ઉપર ધ્યાજન આપે છે. જયારે મહિલાઓ પશુપાલન થકી ઘરમાં આર્થિક સહાય કરે છે. આમ અંબાચ ગામના દરેક પતિ-પત્ની એકમેકના પુરક બની સાદુ સરળ જીવન માણી રહયા છે.

Next Story