New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-24.jpg)
વલસાડ તાલુકાના છરવાડા ઇલવા ફળિયા ખાતે આહિર સમાજ દ્વારા તેમનાં કુળદેવી માતાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગ્રામ અગ્રણી રડકાભાઇ મોચાભાઇ આહિરે, ડાહયાભાઇ સુખાભાઇ આહિરે રીબીન કાપી મંદિરને ખુલ્લું મૂકી માતાજી અને બ્રહ્મદેવનાં દર્શન કર્યા હતા. મંદિરમાં બ્રાહ્મણી માતા, ખોડલ મા, શીંગોતર મા અને કાળીકા મા બિરાજમાન છે. આ અવસરે મંદિરના પ્રાંગણમાં યજ્ઞ કરાયો હતો. જેમાં ગામના ૧૨ કરતાં વધુ યુગલોઍ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠા અગાઉ માતાજીની શોભાયાત્રા સુશોભિત બગીમાં ધામધૂમથી કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં ગામના દરેક પરિવારજનોઍ હાજરી આપી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાણપ્રતિષ્ઠા અવસરે રાખવામાં આવેલા મહાપ્રસાદનો ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોઍ લાભ લીધો હતો.
Latest Stories