સર્વ દેવો માં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ મનાય છે. માનવજીવનને રિદ્ધિ -સિદ્ધિ , સુખ -સંપત્તિ,  દિવ્યતા આપતા શ્રી ગૌરી પુત્ર ગણેશજીની પધરામણી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે. પરંપરા મુજબ ભગવાનની માત્ર માટીનીજ મૂર્તિઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. હાલના સમમાં ગણપતિની વિશાળ મૂર્તિઓનું આકર્ષણ વધી ગયું છે. આ મૂર્તિઓ અનેક પ્રકારના કુત્રિમ મિશ્રણથી બનાવેલ હોવાથી પર્યાવરણ તથા જળ સંપત્તિને ભારે નુકસાન થાય છે. વલસાડ શહેરમાં પણ માટીની શુધ્ધ ઈકો ફ્રેંડલી મૂર્તિઓનું સર્જન થવા પામ્યું છે. જેમાં ચૈતાલી નિલેશ રાજપૂત છેલ્લા બે વર્ષથી ફક્ત માટીની મૂર્તિઓનું સર્જન કરે છે.

આ વર્ષે પણ વલસાડના અબ્રામા સ્થિત પ્રમુખ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં અને ટી..વી. રીલે કેન્દ્ર રોડ સ્થિત સુરમયા રેસીડેન્સીમાં મંડપની મુખ્ય તથા પૂજનની મૂર્તિઓ શુધ્ધ માટીથી બનેલ છે.વલસાડના અન્ય રહેવાસીઓએ પણ આ રીતે ફક્ત માટીની મૂર્તિઓ ઘર આંગણે આવકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here