ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્રસિંહ રાવતે લીધા શપથ

New Update
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્રસિંહ રાવતે લીધા શપથ

ઉત્તરાખંડ માં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાના સુકાન પોતાના હસ્તક કર્યા હતા,આ રાજ્યના નવમાં સીએમ તરીકે ત્રિવેન્દ્રસિંહ રાવતે શપથ ગ્રહણ કર્યા હતા.

ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી તરીકે 19 વર્ષ સુધી RSS ના પ્રચારક રહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતે શપથ ગ્રહણ કરીને સત્તાના સુકાન સંભાળ્યા છે,જયારે તેઓની સાથે તેમના મંત્રી મંડળે પણ શપથ લીધા હતા.ઉત્તરાખંડનાજાણવા મળ્યા મુજબ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા 5 નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે.

આ શપથ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.

Latest Stories