કચ્છ : અંજાર રોડ ઉપર ખાનગી બસે મારી પલટી, 20 મુસાફરોને પહોંચી ઇજા
BY Connect Gujarat12 Nov 2019 6:45 AM GMT

X
Connect Gujarat12 Nov 2019 6:45 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ-અંજાર રોડ પર દોડતી
લકઝરી બસ અંજારના જીઇબી નજીક પલટી મારી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
ભુજ-અંજાર રોડ ઉપર એક ખાનગી બસ પલટી
મારી ગઈ હતી. બસ પલટીના બનાવમાં બા સવાર લગભગ ૨૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ
પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજ અને અંજારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંજાર રોડ ઉપર એક બાઈકચાલકને બચાવવા જતા બસના ચાલકે સ્ટીયરીંગ પરથી
કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાં અંજાર પોલીસ કાફલો ઘટના સ્થળે
દોડી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અહીં માર્ગ પર દોડતી બસને ડ્રાઇવરો
બેફામ હંકારે છે તેમજ પેસેન્જર પણ ક્ષમતા કરતા વધુ બેસાડે છે, ત્યારે આ પ્રકારના કારણોસર પણ અકસ્માતનો આંક વધતો હોય તેમ લોકો જણાવી
રહ્યા છે.
Next Story