કચ્છ: ભુજનું એક એવું તળાવ જે પાણીથી છલકાય છે પણ તેનો ઉપયોગ શક્ય નથી...જાણો કેમ?

New Update
કચ્છ: ભુજનું એક એવું તળાવ જે પાણીથી છલકાય છે પણ તેનો ઉપયોગ શક્ય નથી...જાણો કેમ?
  • રાજાશાહી સમયનું દેશલસર તળાવ આજે પાણીથી છલકાઈ રહ્યું છે.
  • બહારથી સ્વચ્છ દેખાતું પાણી ગટરનું
  • ભુજ આખાનું ગટરનું પાણી તળાવમાં ઠલવાય છે

ભુજમાં મુખ્ય બે તળાવો આવેલા છે જેમાં એક હમીરસર તળાવ જે શાશકોનું માનીતું છે બીજુ દેશલ્સર તળાવ જે શાશકોનું અણમાનીતુ છે. રાજાશાહી સમયનું દેશલસર તળાવ આજે પાણીથી છલકાઈ રહ્યું છે. પણ કોઈ તેનો ઉપયોગ કરવા રાજી નથી કારણ કે આ ગટરનું પાણી છે.બહારથી સ્વચ્છ દેખાતું પાણી ગટરનું છે ભુજ નગરપાલિકા ના જવાબદારોની અણ આવડતના કારણે ભુજ આખાનું ગટરનું પાણી તળાવમાં ઠલવાય છે. અહીંથી પસાર થતા પણ દુર્ગધ મારે છે.નીર માટે ઝંખતા કચ્છમાં આ તળાવ નિરથી ભરેલુ છે પણ માત્ર શોભા પૂરતું. ભુજ પાલિકાની ગટરની લાઈનો જ તળાવમાં પાણી છોડે છે.

કદાચ ગુજરાતનું આ પ્રથમ તળાવ હશે જ્યાં નદીના નહિ ગટરના પાણી છોડવામાં આવતા હોય.માનવી પાણીનો ઉપયોગ કરે કે નહીં પણ ભેંસો પાણીનો ઉપયોગ કરી રહી છે તળાવની અંદર ત્રીસેક ભેંસો નાહીને ગરમીમાં રાહત મેળવી રહી છે. પ્રિ-મોન્સૂનના ભાગરૂપે નગરપાલિકા તળાવને ખાલી કરી ગટરલાઈનનો નિકાલ કરે અને ચોમાસામાં વરસાદનું સ્વચ્છ પાણી તળાવમાં ભરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories