/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-12-1.jpg)
જાણીતા ટીવી સ્ટાર અને કોમેડિયન કપિલ શર્માની સમસ્યા વધી શકે છે. કપિલના ગોરેગાંવના ડીએલએચ એન્ક્લેવના નવમા માળે આવેલ ફ્લેટને લઇને એફઆઇઆર નોંધાવવામાં આવી છે.
એફઆઇઆરમાં કપિલ શર્મા સિવાય ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન અને અન્ય ત્રણ લોકોના પણ નામ છે. જેમના ફ્લેટ ડીએલએચમાં છે.
આ એફઆઇઆર અભય જગતાપ નામના એક એન્જિનિયરે નોંધાવી છે. તેમણે ફ્લેટના માલિકો સહિત બિલ્ડર વિરુદ્ધ મહારાષ્ટ્ર રિજીયોનલ ટાઉન પ્લાનિંગ એક્ટ, 1966ના સેક્શન 53 હેઠળ કેસ નોંધાવ્યો છે.
આ એક્ટ મુજબ અનઅધિકૃત નિર્માણ વિરુદ્ધ મોકલવામાં આવેલ નોટિસને ધ્યાનમાં ન લેનાર ફ્લેટના માલિક માટે સજાની જોગવાઇ છે. જે મુજબ દોષિત જાહેર થતા 1 મહિનાથી લઇને ત્રણ વર્ષની જેલ તેમજ બે હજારથી લઇને પાંચ હજાર રૂપિયાના દંડ સુધીની સજા થઇ શકે છે.
બીએમસીને ગોરેગાંવ સ્થિત આ ઉંચી ઇમારતના 15 ફ્લેટોમાં નિયમોના ઉલ્લંઘન અંગે જાણકારી મળી છે. મળતી માહિતી મુજબ બિલ્ડિંગના નવમા માળે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યાં કપિલ શર્માનો ફ્લેટ છે.