કરજણના ગંધારા ગામમાં આવેલી વડોદરા સુગર ખાતે ખેડૂતોએ કર્યુ હલ્લાબોલ

New Update
કરજણના ગંધારા ગામમાં આવેલી વડોદરા સુગર ખાતે ખેડૂતોએ કર્યુ હલ્લાબોલ

કરજણ તાલુકાના ગંઘારા ગામ ખાતે આવેલ વડોદરા સુગરના શેરડી પિલાણની બાકી નીકળતી લેણી રકમના નાણાં બાબતે ખેડૂતોએ હલ્લાબોલ કરી ભારે હોબાળો મચાવતા સમગ્ર મામલો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

publive-image

ખેડૂતોના શેરડી પિલાણની બાકી લેણી રકમની માંગ સાથે મંગળવારના રોજ વેમાર ગામના ખેડૂતોએ ભેગા થઇ સુગર ખાતે બાકી રકમ માટે સુગર ખાતે પહોંચ્યા હતા. પરંતુ સુગર ઉપર કોઈ સંબંધિત જવાબદારો ન દેખાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કોઇપણ જવાબદાર ન દેખાતા ખેડૂતોએ સુગરના એમ. ડી ના રહેઠાણ ખાતે જઇ હલાબોલ કરી સૂત્રોચાર કર્યા હતા.

publive-image

ખેડૂતોના કરોડો રૂપિયા બાકી નીકળતા હોઇ જેને લઈ ખેડૂતોમાં સુગરના વહિવટકર્તાઓ વિરૂધ્ધ ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી. હાલ તો ખેડૂતોની લેણી રકમનો મામલો સમગ્ર કરજણ તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

Latest Stories