કર્ણાટકમાં અકસ્માત ગ્રસ્ત યુવાનના લોકોએ ફોટા પાડયા પણ મદદ ન કરતા ગુમાવ્યો જીવ

New Update
અંકલેશ્વર દિવા રોડ પર નશેબાજ હાઇવા ચાલકે લારી ધારકને અડફેટમાં લીધો

કર્ણાટકમાં એક માનવતાને લજ્જાવે તેવી ઘટના બનાવવા પામી હતી.એક સાયકલ સવાર યુવાનને બસ ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માર્ગ પર મદદ માટે કણસતો રહ્યો પરંતુ લોકોએ માત્ર તેના ફોટો અને વિડીયો લઈને પોતાની વિકૃતિ દર્શાવી હતી.

કર્ણાટક

જાણવા મળ્યા મુજબ કર્ણાટકના કોપાલમાં અનવર નામનો યુવક સાયકલ લઈને માર્કેટ તરફ જઈ રહ્યો હતો,પરંતુ આ અરસામાં એક બસ ચાલકે તેને ટક્કર મારતા અનવર રોડ પર ગંભીર ઈજાઓના પગલે ઢસડાય પડયો હતો.

જોકે અનવર ને રોડ પર કણસતો જોવા માટે લોક ટોળા ભેગા થયા હતા,પરંતુ કોઈએ મદદનો હાથ લંબાવ્યો ન હતો,જયારે અનવર તેને હોસ્પિટલ લઇ જવા માટે લોકોને આજીજી કરી રહ્યો હતો ત્યારે એવા કેટલાક લોકો હતા કે જે ઈજાગ્રસ્ત અનવર ના ફોટો અને વિડીયો મોબાઈલમાં પાડીને માનવતાને લજ્જાવી રહ્યા હતા.

પોલીસ અને એમ્બ્યુલન્સને આ અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત સ્થળ થી અનવરને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો,પરંતુ લોકો માટે તમાશા રૂપ બનેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત અનવરે આખરે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મદદ કરનાર વ્યક્તિને પોલીસની આંટી ઘૂંટી થી દૂર રાખવા માટેની ગાઇડલાઇનના સુચનો આપવામાં આવ્યા છે,તેમછતાં જાગૃતતા ના અભાવ અને વિકૃતિના પરિણામે લોકો માટે એક યુવાનનો અકસ્માત તમાશો બની ગયો હતો.

Latest Stories