કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

New Update
કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે આજે કુલગામના YK પોરામાં આતંકવાદીઓએ ફઇદા હુસૈન યાટૂ, ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હઝામ પર ગોળી ચલાવી હતી. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

પોલીસે જણાવ્યું કે આ સંબંધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચા ઓપરેશન ચાલુ છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી ભયાનક સમાચાર આવ્યા છે. હું આતંકી હુમલામાં 3 ભાજપના કાર્યકર્તાઓની હત્યાની નિંદા કરૂ છું. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ કઠિન સમય દરમિયાન શક્તિ આપે.

Latest Stories