ખંભીસર વરઘોડામાં ડીવાયએસપી સામે રેન્જ આઈ.જીએ તપાસના આદેશ આપ્યા

New Update
ખંભીસર વરઘોડામાં ડીવાયએસપી સામે રેન્જ આઈ.જીએ તપાસના આદેશ આપ્યા

મોડાસા તાલુકાના અનુ.જાતિના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના વરઘોડામાં પોલીસ રક્ષણ હોવા છતાં ગામની મહિલાઓએ જાહેરમાર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો રોકાતા થયેલા ઘર્ષણમાં વરઘોડો અધૂરો રહ્યો હતો. વરઘોડામાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલે એક તરફી કામગીરી કરી હોવાનો અને અનુ.જાતિ સમાજના યુવકો અને મહિલાઓ સામે દાદાગીરી કરતો અને અભદ્ર ભાષા પ્રયોગ કરતા હોવાનો વિડીયો વાઈરલ થતા રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ તપાસના આદેશ આપ્યા હતા અને ફરજમાં બેદરકારી દાખવી હશે તો કડક પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલ ના અભદ્ર શબ્દ પ્રયોગ અંગે થયેલા વાઇરલ વિડીયો અંગે તપાસના આદેશ આપ્યા છે.

publive-image

ફાલ્ગુની બેન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે સરકાર તરફે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે તેઓએ જણાવ્યુ હતુ કે,મંગળવારે રાત્રે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ભાવેશભાઈ દેવકરણભાઈ પટેલ અને હસમુખભાઈ પશાભાઈ પટેલની રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પીડિત પરિવારોની મુલાકાત કરી આસમગ્ર મામ તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી એટલું જ નહીં ફાલ્ગુની પટેલને 23 તારીખ એટલે કે, ચૂંટણી પરિણામો બાદ જિલ્લામાંથી બદલી કરવાની પણ પ્રબળ માંગ કરી છે.

Latest Stories