/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/646-1473877293_835x547.jpg)
ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો તારીખ 31મી ઓગષ્ટ ગુરુવારના રોજ થી પ્રારંભ થયો છે. માતાજીના દર્શન અર્થે રાજ્યભર માંથી લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોંચ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ, શક્તિ, અને શ્રદ્ધાનાં ત્રિવેણી સંગમ અંબાજીમાં ભાદરવી મહામેળા માં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. રાજ્યભર માંથી લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી ખાતે પહોંચતા ભક્તોનો મહાસાગર હિલોળા લઇ રહ્યો છે.
અંબાજીનું ભાદરવા પુનમનું અનેરું મહત્વ રહેલું છે. જેના કારણે ખાસ ભાદરવામાં ભક્તો માતાજીનાં દર્શન અર્થે હજારો કિલોમીટરની પદ યાત્રા ખેડીને અંબાજી પહોંચે છે, અને માતાજીના દર્શન કરીને પાવન બને છે.
અંબાજી ખાતે ભાદરવી પુનમનાં દર્શનાર્થે પગપાળા જતા ભક્તો દ્વારા બોલ માડી અંબે જય જય અંબેનાં જયકાર સાથે ભક્તોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટ્યું છે. અને અંબાજી ટ્રસ્ટની 22 સમિતિઓ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંબાજીને 9 ઝોનમાં 22 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, અને 30 લાખ ભક્તો માટે વોટર પ્રુફ ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે.જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.