ગુજરાતમાં જોવા જેવા વૈભવી મહેલ

New Update
ગુજરાતમાં જોવા જેવા વૈભવી મહેલ

વિજય વિલાસ પેલેસ - પાલીતાણા ભાવનગર

2

વિજય વિલાસ પેલેસ રુક્મણિ નદીના કિનારે આવેલ છે. જેનું નિર્માણ 1920માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલમાં રાજપૂત સ્થાપત્ય કળાની ઝાંખી જોવા મળે છે. જેમાં મધ્યખંડ, બારીઓ, અને દરવાજાઓ નમૂનેદાર છે. આ પેલેસને પોતાનો દરિયા કિનારો પણ છે જે કારણે અહીંયા હંમેશા હવા-ઉજાસ રહે છે. ફિલ્મકારો માટે પણ આ પસંદગીનું સ્થળ છે. આ પેલેસનું હેરિટેજ હોટલમાં રૂપાંતરણ પાલીતાણાના યુવરાજ વિજયસિંહે કરેલ છે.

આઇના મહેલ (જૂના મહેલ) ભુજ, કચ્‍છ

3

આ મહેલનું નિર્માણ ૧૮ મી સદીમાં મહારાજા લખપતજી દ્વારા કરવામાં આવ્યું હતું. જે ભુજનું એક મુખ્‍ય પ્રવાસન આકર્ષણ છે. આઇના મહલ તેના અરીસા માટે પ્રખ્‍યાત છે. જેના કારણે તેનું નામ આઇના (કચ્‍છમાં આઇનાનો અર્થ અરીસો થાય છે.) મહેલ પડયું. મહેલમાં યુરોપીય પ્રભાવ જોવા મળે છે. જેનું બાંધકામ કચ્છી મિસ્ત્રી રામસિંગે માલમે કરેલું હતું. જે યુરોપીય સ્‍થાપત્‍ય કળાના નમૂના રૂપ છે.

પારસ પથ્‍થરોથી ઘેરાયેલા અરીસાથી બનેલો રૂમ આઇના મહેલનું મુખ્‍ય આકર્ષણ છે. અહીંનો ફલોર પણ અરીસાથી ઢંકાયેલો છે. અહીં વિવિધ પ્રકારના ફુવારા પણ આવેલા છે.

પ્રાગ મહેલ - ભુજ

4

ભુજ શહેરની શાન એવું પ્રાગ મહેલ એક નજરે જોતા જ મન ને સ્પર્શી જાય એવો છે.આ મહેલનું નિર્માણ રાવ પ્રાગમલજી બીજાએ ઈ.સ. 1838 કરાવ્યું હતું.જેને બનાવવામાં આશરે 15 વર્ષ લાગ્યા હતા અને રૂ 35 લાખ જેટલો ખર્ચ થયો હતો.જેમાં ઇટાલિયન શૈલીનું બાંધકામ નજરે પડે છે.આ મહેલની મુખ્ય ખાસિયત તેનો 45 ફુટ ઊંચો ટાવર છે જેને ભુજ શહેરના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય છે.આ મહેલમાં બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ પણ થયેલ છે જેમાં લગાન અને હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

કુસુમ વિલાસ પેલેસ - છોટા ઉદયપુર

5

કુસુમ વિલાસ મહેલ યુરોપીય સ્‍થાપત્‍ય કળાનું એક સુંદર ઉદાહરણ છે. તેમજ છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્‍થાન છે.મુંબઇના પ્રસિદ્ધ આર્કિટેકટ ભટકર અને ભટકર દ્વારા ઇ.સ. ૧૯૨૦ માં બનાવવામાં આવ્યો હતો. કુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્‍થાપત્‍યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડૉમથી કરાવે છે. અહીં જુદા જુદા પ્રકાશ માધ્‍યમો દ્વારા પત્‍થર પરની કોતરણીથી જાદુઇ છાપ બનાવવામાં આવેલ હતી. જે ૧૨ મી સદીના પત્‍થરનું એક અદ્દભુત ઉદાહરણ છે. મહેલમાં ખૂબ મોટા રીસેપ્‍શનરૂમ તથા દરવાજા આવેલ છે. સુંદર ફુવારો તેના આંગણમાં તેની સુંદરતામાં વધારો કરે છે.

નવલખા પૅલેસ – ગોંડલ

6

નવલખા પૅલેસની સ્‍થાપના ૧૭ મી સદીમાં થઇ હતી. ગોંડલી નદી કિનારે આવેલ આ મહેલ ૩૦ એકરથી વધારે વિસ્‍તારમાં ફેલાયેલો છે જેનો પ્રવેશ દ્વાર એક ઘડિયાળ ટાવર છે. જમીન સાથે સાથે સ્‍થાપત્‍યના અદ્દભૂત નમૂનો અવલાખા પૅલેસમાં આવેલા છે. જેમાં છત પણ વિશાળ છે. ભવ્‍ય દરબાર રૂમમાં વિશાળ દરવાજો, નદીનો નજારો આપતી કોતરણીથી સભર બારીઓ આવેલ છે. અહીં અદ્દભુત શૃંગાર, સાજ-સજ્જા મહેલની સુંદરતામાં વધારો કરે છે. મહેલના સંગ્રાહલયમાં સર ભગવતસિંહને મળેલ ભેટો, સોગાતો અને લખાણો મૂકવામાં આવેલા છે. જે એક મહત્‍વાકાંક્ષી શાસક અને તેમણે જ ગોંડલ શહેરનો વિકાસ કર્યો હતો. જે ૧૯ મી અને ૨૦ મી સદીમાં સૌરાષ્‍ટ્રનું આધુનિક શહેર હતું.

દોલત નિવાસ પેલેસ - ઇડર

7

ઇડરનો દોલત નિવાસ મહેલ મહારાજા દોલત સિંહે ઈ.સ. 1922-28 માં બનાવડાવ્યો હતો.આ મહેલને કુદરતી ટેકરીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લીની પર્વતમાળા પર બનાવેલ છે.જેને લાવાદુર્ગા પણ કહેવાય છે.આ મહેલ ટેકરી પર આવેલ હોવાથી ત્યાં પહોંચવા માટે આશરે 700 પગથિયાં ચઢવા પડે છે.મહેલની બારીઓ,ગલિયારાઓ,સ્થાપત્યો,અને દીવાલોની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે.

દિગ્‍વીર નિવાસ પૅલેસ - વાંસદા, સુરત

8

વાસંદામાં આવેલ દિગ્વીર નિવાસ પેલેસ શાહી સ્થાપત્યોનું એક ઉત્કૃષ્ટ નમૂનો છે. 20મી સદીમાં ઈ.સ. 1781 માં મહા રાવલ વીરસિંહે આ મહેલનું નિર્માણ કરાવ્યું હતું.પથ્થરની કલાત્મક કોતરણીનું એક ઉદાહરણ છે. મહેલના પ્રવેશ દ્વાર પર 2 છત્રીઓ સુંદર રીતે સજાવેલ છે. અહીંના સ્થાપત્યમાં બ્રિટિશ, ફ્રેંચ , અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.જે શાહી સ્થાપત્યની કલાને વર્ણવે છે.

પ્રતાપ વિલાસ પૅલેસ – વડોદરા

9

વડોદરામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ મહેલનું નિર્માણ જામ રંજીતસિંહે ઈ.સ. 1914 માં કરાવ્યું હતું.આ મહેલ 720 એકરમાં ફેલાયેલ છે જેમાં બગીચો અને ગોલ્ફ કોર્સ પણ સામેલ છે. અહીંનું પ્રવેશદ્વાર, દરબાર હોલ, 7 ડોમ, 12 બારીઓ પરનું કલાત્મક કામ જોતા જ ગમી જાય તેવું છે.અહીંના સ્થાપત્યમાં ઉત્તર અને દક્ષિણ ભારત તેમજ ઇસ્લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે.વતર્માન સમયમાં આ મહેલ ભારતીય રેલવે કર્મચારીઓનું નિવાસ સ્થાન છે.આ ઉપરાંત અહીંના નજરબાગ પેલેસ અને મકરપુરા પેલેસ પણ જોવા લાયક છે.

રાજવંત પેલેસ - રાજપીપળા

10

રાજવંત પેલેસની સ્થાપના 1915 માં રાજા વિજયસિંહજીએ કરી હતી. આ મહેલ ટીપીકલ યુરોપિયન સ્ટાઇલનો એક અદભુત નમૂનો છે તથા રોમ, ગ્રીકની કલા કારીગરીના પણ દર્શન થાય છે.આ મહેલમાં એક મ્યુઝિયમ પણ આવેલ છે જેમાં રજવાડી પરિવેશથી લઈને અનેક ચીજ વસ્તુઓને પણ પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે આ ઉપરાંત મ્યુઝીયમમાં મુકેલ રાજા વિજયસિંહની 700 વર્ષ જૂની કાર લોકોનું મુખ્ય આકર્ષણ છે.

રાજમહેલ – વઢવાણ

11

અમદાવાદથી થોડે દૂર આવેલ વઢવાણ શહેરમાં 19મી સદીમાં શ્રી એચ.એચ બાલસિંહજીએ રાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું.જે બાળવિલાસ પેલેસ તરીકે પણ ઓળખાય છે. આ મહેલ આશરે 14 એકરમાં ફેલાયેલ છે જેમાં લીલી તળાવ,ટેનિસ કોર્ટ,ક્રિકેટ પીચ અને ફુવારાનો સમાવેશ થાય છે. આ સિવાય પર્સની સુંદર મૂર્તિઓ, દરબાર હોલ ,ચિત્રો અને રાજવી વસ્તુઓ પણ આ મહેલની શોભા વધારે છે. અહીં વિનેટેજ કારો અને ઓટોમોબાઇલ ને લગતી પુસ્તકોનું સંગ્રહાલય પણ છે.

લક્ષ્‍મી વિલાસ પૅલેસ – વડોદરા

15

ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્‍મી વિલાસ પૅલેસ બનાવ્‍યો હતો.જેના આર્કિટેકટ મેજર ચાર્લ્‍સ મંટ હતા. તે ૧૯ મી સદીના સ્‍થાપત્‍યના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્‍થાન હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવારો અને બારીઓ બેલ્‍જીયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્‍થાપત્‍યનો એક અદ્દભુત નમૂનો છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્‍ડરીંગ દ્વારા સજાવવામાં આવ્‍યો હતો. જે મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ હવે મુલાકાતીઓ માટે ખુલ્‍લું છે.

આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્‍યા હતાં.

રણજીત વિલાસ પૅલેસ - વાંકાનેર, રાજકોટ

16

ઇ.સ. ૧૯૦૦ માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું.તેના પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેર જોવા મળે છે. તેનું નામ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના શાસક જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલો છે. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન પણ આવેલ છે.

આ મહેલ ઉત્‍કૃષ્‍ટ સ્‍થાપત્‍યનો નમૂનો છે. તેનું નિર્માણ આગળ અને પાછળના દ્રશ્‍યોને જોઇને કરવામાં આવ્‍યું છે. આ મહેલ શહેરના મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર છે. તેની છત સુંદર શિલ્‍પો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનો વિકાસ શહેરના કેન્‍દ્રમાં રહે તે રીતે કરવામાં આવ્‍યો છે. સાત ઘડિયાળ ટાવર મુગલો ડોમ દ્વારા અને તેમાં પાંચ સૌથી ઉંચી ટાવર બનાવીને તેને ષટકોણ આકાર આપવામાં આવ્‍યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે. મહેલ દ્વાર જે શિલ્‍પકલાનો ઉત્‍કૃષ્‍ટ નમૂનો છે. મહેલમાં ડચ, ઇટાલીયન, યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. મહેલની સજાવટ ધ્‍યાનપૂર્વક કરવામાં આવેલ છે. મહેલના ગલિયારોંમાં શાહી સ્‍ત્રીઓ પુરુષોના નજરમાં ન આવી શકે તે રીતે ઉપર-નીચે ચઢી શકે તેવી યોજના કરવામાં આવેલ છે.

રણજીત વિલાસ મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધના સાધનો, ૯૫ જાતના પ્રાણીઓ, પિસ્‍તોલો, ચાંદી, છાતીનું રક્ષક, પથ્‍થરો, કવિતાઓ, ચિત્રો વગેરે મૂકવામાં આવેલ છે. મહેલને સુંદર મુર્તિઓ, કોતરણીઓ દ્વારા સજાવવામાં આવેલ છે. અહીંનું અવિશિષ્‍ટ સ્‍થાપત્‍ય સૌ કોઇને મંત્ર મુગ્‍ધ કરી દે છે. મહેલના ગેરેજમાં કેટલીક વિન્‍ટેજ કારો જેવી કે ૧૯૨૧ રૉલ્‍સ રોય, સિલ્‍વર ઘોસ્‍ટ, કેટલીક અમેરિકન કારો આવેલ છે. વળી અહીં ચૌદ કાઠિયાવાડી ઘોડા પણ આવેલાં છે. અહીં ઇટાલીયન શૈલીના કેટલાય ફુવારા પણ આવેલાં છે.

મણિ મહેલ - મોરબી

17

મોરબીની શાન તેમજ સ્થાપત્ય કલાના અદભુત નમૂના રૂપ ગણાતા મણિ મહેલનું નિર્માણ વાઘજી ઠાકોરે તેમની રાણી મણિબાઈની સ્મૃતિમાં કરાવ્યું હતું. આ મહેલનું બાંધકામ 1930 માં શરૂ કરવામાં આવ્યું હતું જે 26 વર્ષે પૂર્ણ થયું હતું આ નિર્માણ પાછળ તે જમાનામાં લગભગ 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કચ્છમાં આવેલ ભૂકંપમાં મહેલને નુકશાન થયું હતું.

Latest Stories