Top
Connect Gujarat

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-ર૦૧૯ ની પરીક્ષાના વિદ્યાર્થીઓ જોગ સુચના

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-ર૦૧૯ ની પરીક્ષાના વિદ્યાર્થીઓ જોગ સુચના
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ૨૬/૦૪/૨૦૧૯ શુક્વારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - ર૦૧૯ ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) તા.૧૬/૦૪/૨૦૧૯ ના રોજ ફક્ત ઓનલાઇન મૂકવામાં આવેલ છે.

જે બાબતની જાણ ગુજકેટ-૨૦૧૯ ના તમામ ઉમેદવારો, વાલીઓ તથા રાજ્યની વિજ્ઞાનપ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યોને કરવામાં આવેલ હતી.

વધુમાં ગુજકેટ-૨૦૧૯ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો પૈકી તા.ર૨/૪/ર૦૧૯ સુધીમાં અંદાજે ૭૦૦૦ જેટલા ઉમેદવારોએ એડમીશન કાર્ડ(પ્રવેશીકા) ઓનલાઇન મેળવેલ નથી, તેવા ઉમેદવધ્શેને પોતાનું એડમીશન કાર્ડ(પ્રવેશીકા) સત્વરે મેળવી લેવા જણાવવામાં આવે છે.

આ ઉમેદવારોને SMS થી પણ જાણ કરવામાં આવી છે. આથી પરીક્ષામાં ઉમેદવારોને કોઇ તકલીફ ન થાય તે માટે સુચવ્યા મુજબ કાર્યવાહી કરી લેવા વિનંતી કરવામાં આવે છે. પ્રવેશિકા નહી મેળવવાથી જે જવાબદારી ઉપસ્થિત થશે તે સંબંધિત વિદ્યાર્થીની જ રહેશે જેની નોંધ લેવી.

Next Story
Share it