/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/10205906/corona-6-Reuters.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 872 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41,027 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 502 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2034 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 28685 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે 872 નવા નોંધાયેલ કેસ પૈકી સુરતમાં 270, અમદાવાદમાં-178 , વડોદરામાં-72, ભાવનગર -49 , રાજકોટ – 41, ભરુચ-23, ખેડા-20, મહેસાણા-19, નવસારી-17, વલસાડ-17, જુનાગઢ - 24, ગાંધીનગર- 28, બનાસકાંઠા -12, કચ્છ-10, સુરેન્દ્રનગર- 10, જામનગર-11 , સાબરકાંઠા-9, આણંદ-8, ગીર સોમનાથ- 8, મોરબી-7, નર્મદા-7, મહીસાગર-6, પંચમહાલ-5, પાટણ- 5, અમરેલી-4, અરવલ્લી -4, દાહોદ-3, બોટાદ-2, છોટાઉદેપુર-1, દેવભૂમિ દ્વારકા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ - 4, સુરત - 3 , દાહોદ-1, કચ્છ-1 અને પાટણમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2034 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28685 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 10308 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેલ્ટીલેટર પર છે અને 10235 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,57, 066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં કુલ 3,16,774 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,13,964 લોકો હોમ ક્વોરેન્ટાઈન છ