ગોધરા: પાલિકા સંચાલિત જહુરપુરા શાક માર્કેટના વ્યાપારીઓ પાસેથી રૂપિયા ૭૬ લાખની ભાડાની વસૂલી માટે નગર પાલિકા તંત્રએ કરી તાળાબંધી

ગોધરા નગર પાલિકા સંચાલિત જહુરપુરા શાક માર્કેટમાં બેસીને વ્યાપાર કરનારાઓ પાસેથી પાલી તંત્રના ચોપડા ઉપર રૂપિયા ૭૬ લાખ બાકી હોવાના સરવાળાઓ સાથે ગોધરા નગર પાલિકાના વહિવટી તંત્ર દ્વારા મધ્યરાત્રિના ૧૨ કલાકે જહુરપુરા શાક માર્કેટને તાળા મારી દેવામાં આવતા શાકભાજીના વ્યાપાર સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને ગ્રાહકો વહેલી સવારથી અફડાતફડીના માહોલ વચ્ચે આ વિસ્તારમાં ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોધરા નગર પાલિકા સંચાલિત આ જહુરપુરા શાક માર્કેટમાં માસીક રૂપિયા ૬૦૦/- ના ભાડાથી ૯૭ વ્યાપારીઓ અને રૂપિયા ૯૦૦/- ના ભાડાથી ૧૪૮ કુલ મળીને આશરે ૨૪૮ નાના મોટા વ્યાપારીઓ પોતપોતાના ધંધાઓમાંથી રોજગારી મેળવી રહ્યા હતા.
[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="ગોધરા: પાલિકા સંચાલિત જહુરપુરા શાક માર્કેટના વ્યાપારીઓ પાસેથી રૂપિયા ૭૬ લાખની ભાડાની વસૂલી માટે નગર પાલિકા તંત્રએ કરી તાળાબંધી" ids="104928,104929,104930"]
જહુરપુરા શાકમાર્કેટમાં બેસીને ધંધો કરતા આ વ્યાપારીઓ પાસેથી નગર પાલિકાના કર્મચારી દરરોજ જઈને ભાડાની રકમ ઉધરાવીને કાયદેસર પહોંચ આપી દે એ પ્રકારે વ્યવસ્થા નગર પાલિકા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી. પરંતુ જહુરપુરા શાક માર્કેટની અંદર બેસતા આ વ્યાપારીઓ પાસેથી દરરોજ ભાડાની રકમ ઉઘરાવવાની આ વ્યવસ્થા ખોટકાઈ ગઈ હશે કે આળસમાં આવી ગયા હશે.
પરંતુ ગોધરા નગર પાલિકાના માથે જહુરપુરા શાકમાર્કેટના ભાડાની રકમનો બોજ વધીને રૂપિયા ૭૬ લાખ થઈ જતા ગોધરા પાલીકા તંત્રના સત્તાધીશોએ અંતે સખ્ત બનીને મધ્યરાત્રીના ૧૨ ના ટકોરે તાળા મારીને ભાડુઆત વ્યાપારીઓ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી. આ પુર્વે અંદાજે ચાર વર્ષ પહેલા પણ ગોધરા નગર પાલિકા વહીવટી તંત્ર આજ પ્રમાણે સખ્ત બન્યુ હતું ત્યારે રૂપિયા ૧૨ લાખ બાકીના વ્યાપારીઓએ ચૂકવી આપ્યા હતા. આ ભાડાની આવકનો બોજ વધીને રૂપિયા ૭૬ લાખ સુધી પહોંચી જતા ગોધરા નગર પાલિકા તંત્રને પોતાની ઈમારતોના ભાડુઆત વ્યાપારીઓ સામે સખ્ત બનીને તાળા મારવાની ફરજો પુનઃ ઉભી થઈ છે.
ગોધરા નગર પાલિકા સંચાલીત જહુરપુરા શાકમાર્કેટમાં બેસીને રોજીદો ધંધો કરીને ગુજરાન ચલાવતા આ વ્યાપારીઓનું પહેલા અને આજે પણ એજ કહેવું છે કે નગર પાલિકા કચેરી દ્વારા દરરોજ એક કર્મચારીને દૈનિક ભાડું લેવા માટે મોકલવામાં આવે આવી રજુઆતોના કહેણ વારંવાર મોકલવામાં આવ્યા છે. પરંતુ નગર પાલિકા તંત્રના સંલગ્ન કર્મચારીઓ દૈનિક ભાડાની રકમ લેવા માટે આવતા જ નથી પરિણામે અમારા માથા ઉપર ભાડાની રકમ ચુકવણી કરવાનો બોજ બની ગયો છે. એક સામટાં બાકી પડતા હજારો રૂપિયા અમો એક સાથે કેવી રીતે ચુકવી શકીએ? જહુરપુરા શાક માર્કેટની બહાર ઉભા રહેતા પથારાવાળા, લારીઓવાળા પાસેથી દરરોજના રૂપિયા ૧૦/- ભાડાની ૨કમ ઉઘરાવવા માટે નગર પાલિકાના કર્મચારી આવતા હોય તો શાક માર્કેટની અંદર આવીને પણ દૈનિક ભાડુ ઉઘરાવી ગયા હોત તો અમો નાના મોટા વ્યાપારીઓ રૂપિયા ૭૬ લાખના દેવાદાર ના બની ગયા હોત
જો કે કર્મચારીઓ, રોજમદારો, સફાઈ કર્મચારીઓ, પેન્શનરોના પગાર ચુકવવામાં પરસેવે રેબઝેબ દેખાનાર ગોધરા નગર પાલિકાની તિજોરી ખાલીખમ થઈ રહી હતી અને સાહેબો બેફીકર વહીવટ કર્યે રાખતા હતા.આ ઉદાહરણરૂપ વહીવટમાં નગર પાલિકા સંચાલિત જહુરપુરા શાક માર્કેટના રૂપિયા ૭૬ લાખ જેવી માતબર ભાડાની રકમ બાકી નીકળતા ચોંકી ઉઠેલા ગોધરા નગર પાલિકા તંત્રના સત્તાધીશોનએ જહુરપુરા શાકમાર્કેટને તાળા બંધી કરીને સખ્ત બન્યા હોવાનો સંદેશો જરૂરથી આપ્યો છે, પરંતુ આ જવાબદારી સંભાળનાર કચેરીના જવાબદાર કર્મચારીની ઘોર બેદરકારીઓમાં બાકી ભાડાની રકમનો સરવાળો રૂપિયા ૭૬ લાખ-કેવી રીતે અને કેમ થયો ? આ ખુલાસાઓ પુછવાની હિંમત પણ નગર પાલિકા સત્તાધીશોએ કરવી જોઈએ ખરી કે કેમ ? આ નગર પાલિકાના કર્મચારીઓ હવે દરરોજ શાકભાજી લાવીને કમાનારા આ વ્યાપારીઓ જો રૂપિયા ૭૬ લાખ ભાડા પેટે બાકી રકમ જમા ના કરાવે તો કાનૂની રાહે પગલા ભરવાના ઉચ્ચારણો કરી રહયા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT