New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/maxresdefault-26.jpg)
રંગોત્સવ હોળી પર્વની જુદા જુદા સમાજ દ્વારા તેમની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આસામના તેજપુર ખાતે વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આસામના તેજપુર ખાતે મારવાડી યુવા મંચની જાગૃતિ શાખાની મહિલાઓ દ્વારા તારીખ 9 માર્ચના રોજ રંગારંગ રાજસ્થાની કાર્યક્રમ સાથે હોળી ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાગૃતિ શાખાની મહિલાઓએ રાજસ્થાની ગીતો ઉપર નૃત્ય કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે જાગૃતિ શાખા તેજપુરના પ્રમુખ બિંદિયા ગુપ્તા અને અધ્યક્ષા શીતલ પટોડીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories