/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-18.jpg)
ઝઘડીયાનાં ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ ચાર્જ સાંભળે તે અગાઉ રેકોર્ડ સળગાવી નાખવામાં આવતા ખળભળાટ
ઝઘડીયા તાલુકાનાં ફૂલવાડી ગ્રામ પંચાયતમાં કોઈક ઈસમો દ્વારા કચેરીનો રેકોર્ડ સળગાવી નાખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે, ઉલ્લેખનીય છે કે પંચાયતનાં નવા સરપંચ પણ ચાર્જ સંભાળવાના હતા તે અગાઉ જ ઘટના બનતા ચકચાર મચી છે.
જાણવા મળ્યા મુજબ ઝઘડીયા તાલુકના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનો વિવાદ ચાલતો હતો, અને સરપંચ તારાબેન વસાવાને અવિશ્વાસની દરખાસ્ત બાદ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશ પટેલ સરપંચ તરીકેનો ચાર્જ તારીખ 7મી સપ્ટેમ્બરનાં રોજ લેવાના હતા.
જોકે ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનાં વિવાદ વચ્ચે કોઈક ઈસમ દ્વારા પંચાયતનો અગત્યનો રેકોર્ડ સળગાવી નાખવામાં આવ્યો છે.
ઘટના અંગેની જાણ થતા તાલુકા વિકાસ અધિકારી એન.એમ.પટેલ,તલાટી દિરલબેન પટેલ,ગામનાં અગ્રણીઓ પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા,અને ઘટના અંગેની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.