ડાંગમાં 51 યુગલોનાં યોજાયા સમૂહલગ્ન, 4 બાળલગ્ન જિલ્લા કલેક્ટરે અટકાવ્યા

New Update
ડાંગમાં 51 યુગલોનાં યોજાયા સમૂહલગ્ન, 4 બાળલગ્ન જિલ્લા કલેક્ટરે અટકાવ્યા

ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાનાં હતા. એક જ મંડપ નીચે યોજાયેલા આ લગ્નમાં 4 યુગલોની ઊંમર ઓછી હોવાની જાણ જિલ્લા વહિવટી તંત્રને થઈ હતી. જેના કારણે આજે જિલ્લા કલેક્ટર દ્વારા 4 લગ્નો અટકાવ્યા હતા.

ડાંગ જિલ્લાનાં વઘઈ-સાપુતારા રોડ ઉપર આવેલા સુવર્ણા ગામ સ્થિત તેજસ્વિની સંસ્કૃતિધામ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ સગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગલોને આશિર્વાદ આપવા માટે સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજનાં સમયે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસનાં વિસ્તારમાંથી આ લગ્ન માટે 51 યુગલોએ લગ્ન માટેની નોંધણી કરાવી હતી. વિશાળ મંડપ વચ્ચે યોજાયેલા આ લગ્ન પૂર્વે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક જ મંડપ નીચે શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન યોજાયા હતા. જોકે અહીં 4 યુગલોનાં બાળલગ્ન થવાના હોવાની જાણ જિલ્લા કલેક્ટર બી.કે.કુમારને થઈ હતી. જેના પગલે કલેક્ટરનાં આદેશથી 4 યુગલોને લગ્નમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. 4 યુગલોની ઉંમર પુખ્ત વયની ન હોવાથી આ ગગ્ન અટકાવવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો.

Latest Stories