Connect Gujarat
લાઇફસ્ટાઇલ

તાપસી પન્નુ ઋષિ કપૂરની પત્નીનાં પાત્રમાં જોવા મળશે

તાપસી પન્નુ ઋષિ કપૂરની પત્નીનાં પાત્રમાં જોવા મળશે
X

'જુડવા 2'ની સફળતા બાદ તાપસી પન્નુએ અનુભવ સિન્હાની થ્રિલર ફિલ્મ 'મુલ્ક'નું શુટિંગ શરૃ કરી દીધું છે. સુત્રોના કહેવા પ્રમાણે તાપસી આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તાપસી આ ફિલ્મમાં વકીલ બની છે.

તાપસીએ મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે મનોરંજક ફિલ્મ કર્યા બાદ હવે એક થ્રિલર ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં એની સાથે વિભિન્ન કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ એને અભિનેત્રી તરીકે વધુ નિખરવાની તક આપશે એમ તાપસીએ ઉમેર્યું હતું. તાપસી હાલ આ ફિલ્મને લઈને ઉત્સુક છે. એણે ફિલ્મના કેટલાક ડાયલોગ પણ સોશ્યલ મિડિયા પર મુક્યા છે.

Next Story