"દંગલ" ને હરિયાણામાં ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી

New Update
"દંગલ" ને હરિયાણામાં ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી

હરિયાણા સરકાર દ્વારા બોલિવૂડ ફિલ્મ "દંગલ"ને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

"બેટી બચાવો-બેટી પઢાઓ " કાર્યક્રમ તેમજ કુસ્તીની ફિલ્મના પ્રમોશન આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રોહતક નજીકની એક જાહેર સભામાં ફિલ્મની કરમુક્તિ ની જાહેરાત કરી હતી.

તેમજ દંગલના અભિનેતા આમીરખાન જેમણે રાષ્ટ્રીય સ્તરના ભૂતપૂર્વ કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી છે તેઓ હરિયાણાના ભિવાની જિલ્લાના છે.

ફિલ્મમાં એક પિતા સામાજિક અવરોધો તોડવાનો પ્રયાસ તેમજ પુરુષ-પ્રભુત્વ ધરાવતા કુસ્તી વિશ્વમાં તેની પુત્રીઓને દાખલ થવા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવવા પ્રોત્સાહિત કરે છે.

Latest Stories