Connect Gujarat
ગુજરાત

દાહોદ : ભગવાનને છાણથી લીપવાની અનોખી પરંપરા, મેઘરાજાને રીઝવવા મહિલાઓ પ્રથાને સહારે

દાહોદ : ભગવાનને છાણથી લીપવાની અનોખી પરંપરા, મેઘરાજાને રીઝવવા મહિલાઓ પ્રથાને સહારે
X

દાહોદ જીલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી મેઘરાજાએ જાણે રીસામણા લીધા છે. વરસાદ નહીં વરસતા અહીંની પરિસ્થિતી અત્યંત દયનીય બની હતી. અહી ખેતી તેમજ પીવા માટેના પાણીની ભારે તંગી સર્જાઈ હતી, ત્યારે દાહોદ જિલ્લાના લોકોને છેલ્લા ૯૦ વર્ષોથી ચાલી આવેલ પરંપરાનો સહારો લેવાની જરૂર પડી હતી.

દાહોદ જીલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરા પ્રામાણે ભગવાનને ગાય તેમજ ભેંસના છાણનું લીપણ ચડાવવામાં આવે છે. આ એક અનોખી પરંપરા છે તેના મુજબ જ્યારે ચોમાસામાં વરસાદ પાછો ખેચાય ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ ભગવાન હનુમાનજીની પ્રતિમા ઉપર છાણ લીપતી હોય છે. ભગવાનને છાણથી લીપણ કર્યા બાદ પરંપરા મુજબ મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી રસ્તે આવતા જતાં લોકો સામે ધાડ પાડી લૂંટ ચલાવતી હોય છે. આ લૂંટ દરમ્યાન આવેલ રોકડ રકમને જનકલ્યાણ અર્થે વાપરવામાં આવે છે. અહી બીજા દિવસે મહિલાઓ દ્વારા ફરી ભેગા મળીને ભગવાન ઉપર લગાવેલ છાણના લીપણને સ્વચ્છ પાણીથી સાફ કરી પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે. આ પ્રકારની માન્યતા પ્રમાણે વરસાદ ના વરસવાથી માત્રત્રણથી ચાર દિવસમાં જ મેઘરાજા અહી મન મૂકીને વરસે છે.

મેઘરાજાને રીઝવવા લોકો પુજા-પાઠ કરી ભગવાનની પુજા-અર્ચના અને યજ્ઞ કરતા હોય છે, ત્યારે આદિવાસીઓની આ અનોખી પરંપરા મુજબ વરસાદ આવે છે કે કેમ તે જોતાં જ બીજા દિવસે દાહોદ જીલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાની સાથે જ દાહોદ જિલ્લાના સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Next Story
Share it