/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-49.jpg)
અંકલેશ્વરનાં શિલ્પકાર લોકો માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ બન્યા છે, અને તેઓનો આ સ્તુત્ય પ્રયાસ ઉત્સવ પ્રિય જનતા માટે માર્ગદર્શક બન્યો છે. ગણેશ મહોત્સવ બાદ નવરાત્રીમાં અંબે માતાની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે.
પર્યાવરણ સંબંધી વિસંગતતા અને ગ્લોબલ વોર્મિંગનાં પરિણામો વિશ્વની જનતા ભોગવી રહી છે. ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે પર્યાવરણ પ્રત્યે હવે જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે. અને જેની સારી અસર ઉત્સવોમાં જોવા મળી રહી છે.
અંકલેશ્વરનાં શિલ્પકાર ધનંજોય મંડલ દ્વારા ઇકો ફ્રેન્ડલી દેવી દેવતાઓની અલભ્ય પ્રતિમાઓ માટી માંથી બનાવી છે. નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ પણ શરુ કરવામાં આવી છે.
આયોજકોએ પણ નવરાત્રી મહોત્સવને ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવાની તૈયારી દાખવી છે.
અંકલેશ્વરનાં શિલ્પકાર ધનંજોય મંડલ માટી માંથી અલભ્ય દેવી દેવતાઓની પ્રતિમાનું નિર્માણ કરે છે. મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટીનાં સૂત્રને અનુસરી તેઓ મનમોહક ગણપતિ, દુર્ગા મા, વિશ્વકર્મા દેવ સહિતનાં દેવી દેવતાઓની પ્રતિમાઓ માટી માંથી બનાવી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે છેલ્લા 20 વર્ષ થી નર્મદા નદી અને કલકત્તા થી માટી મંગાવીને ગણપતિની પ્રતિમા બનાવે છે. અને કારીગરોની મદદ થી મૂર્તિનો આકાર ઘડી તેને રંગરૂપ આપી તૈયાર કરવામાં આવે છે.
ધનંજોય મંડલ પાસે હાલમાં રૂપિયા 1000 થી લઈને 21000 સુધીની માટી માંથી તૈયાર કરેલ પ્રતિમાઓ છે. અને નવરાત્રી મહોત્સવમાં માતાજીની પ્રતિમાનું સ્થાપન કરવા માટે આયોજકો દ્વારા અગાઉ થી જ પોતાની પસંદગી અનુરૂપ પ્રતિમા ઓર્ડર થી બનાવડાવી છે.