Connect Gujarat
ગુજરાત

નવસારી : માટીચોરીના વેપલાનો પર્દાફાશ, એક કરોડનો મુદામાલ જપ્ત

નવસારી : માટીચોરીના વેપલાનો પર્દાફાશ, એક કરોડનો મુદામાલ જપ્ત
X

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે માટી ચોરીના રેકેટનો ખુલાસો કરી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇટાળવા ગામે કોઇ પણ પ્રકારની પરવાનગી વિના માટી ખનનની ફરિયાદ મળતાં ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડયો હતો.

ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને

રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની

હોય છે જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનુ ખનનના કારસાને

નવસારીના ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યો છે. નવસારીના ઈટાળવા ગામે રાત્રી દરમ્યાન

ચાલતા માટી ચોરીના રેકેટમાં 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક પોકલેન મશીન

સ્થળ પરથી કબજે લેવાયું છે. સરકારી જગ્યામાંથી માટી ખનન કરી

સરકારી તિજોરીને આર્થિક નુકશાન કરવામાં આવી રહયું છે. ખાણ અને ખનીજ વિભાગના દરોડા

દરમિયાન આરોપીઓ ભાગી જવામાં સફળ રહયાં હતાં.

Next Story