/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/sddefault-5.jpg)
વિશ્વને પ્રેમ કરુણા અને શાંતિનો સંદેશો આપનાર ભગવાન ઈસુના અવતરણનો અવસર એટલે નાતાલ।. આ પવિત્ર તહેવાર એની મહત્તા અને તેના વિશિષ્ટ મહાત્મયને કારણે સદીઓથી વિશ્વનાં ત્રીજા ભાગનાં લોકો ઉત્સાહ પૂર્વક ઉજવે છે.
ખ્રિસ્તી ધર્મનાં અાધ્યસ્થાપક ભગવાન ઈસૂનો તા.25 ડિસેમ્બરના રોજ જેરૂસલેમના હેલથેહેમ ગામનાં ગરીબ પરિવારમાં માતા મેરીના કૂખે જન્મ થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે પ્રભુ ઈસુ એ માનવ અવતાર લીધો ત્યારે જગતભર ક્ષણવાર માટે દિવ્સ પ્રકાશથી ઝળહળી ઉઠ્યુ હતુ. એટલેજ ઈસુ ભગવાનનાં જન્મથી ઈસવિસન વર્ષની શરૂઆત ગણવામાં આવી. આથી જ ચર્ચોમાં રોશની કરીને નવા વર્ષને વધાવવામાં આવે છે.
મનુષ્યના જીવન માટે એવુ કહેવાય છે કે માણસ ખાધા પીધા વગર જીવી શકે છે. પરંતુ જો તેની પાસે જીવવાની 'હોપ' એટલે કે આશા હોય તો ક્રિસમસ આ તહેવારમાં પણ સાન્તાનું જે પાત્ર છે તે પણ આવુ જ કંઈક કહે છે. કહેવાય છે કે સાન્તાનું પાત્ર આશાને રિપ્રેઝન્ટ કરે છે.
જે લોકો સાન્તામાં બીલીવ કરે છે તે પોતાની જીંદગી ની અંદર ચમત્કારો થશે તેવુ પણ માને છે.આ ચમત્કારો એટલે કે રાતો રાત લોટરી લાગી જવી એવા નહી પરંતુ પોતાના સુંદર ભવિષ્ય અંગેની કલ્પનાઓ સેવતા હોય છે. આ ઉપરાંત લોકો એવુ પણ માનતા હોય છે કે વિશ્વની અંદર ઘણી બધી શક્યતાઓ રહેલી છે, તમે જે ચાહો તે તમે મેળવી પણ શકો છો.