/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/market-survey-250x250.jpg)
વિશ્વના શ્રેષ્ઠ બજારોમાં ભારતને સ્થાન મળ્યુ છે પરંતુ તેમછતાં માળખાગત સુધારાઓની ગતિ થોડી ધીમી હોવાના કારણે પણ વિકાસની કુચ મંદ પડી રહી હોવાનું જાણકારો માની રહ્યા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વૈશ્વિક સલાહકાર સંસ્થા પીડબ્લ્યુસી દ્વારા વૈશ્વિક સીઈઓ સર્વેક્ષણ મુજબ વૃદ્ધિની દ્રષ્ટિ એ દુનિયાના શ્રેષ્ઠ બે બજારોમાં 43 ટકા સીઈઓના પ્રથમ સ્થાન પર અમેરિકા જયારે 33 ટકા સીઇઓએ ચીનનું બીજું સ્થાન આપ્યુ હતુ.જેમાં જર્મની ત્રીજા,બ્રિટન ચોથા,જાપાન પાંચમા અને ભારતનો 6 ક્રમાંકમાં સમાવેશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષમાં વૈશ્વિક ફલક પર ભારતનું નામ પાંચમા સ્થાન પર હતુ,અને આ વખતે 6 ક્રમ ભારતને મળ્યો છે,કહેવાય છે કે ભારતમાં માળખાગત સુવિધાઓ ના વિકાસમાં મંદ ગતિ અને હાલ માં લાદવામાં આવેલી નોટબંધી ના પરિણામે પણ બજારના આર્થિક વૃદ્ધિદર ને અસર પહોંચાડી છે.પરંતુ આવનાર સમયમાં આ પરિસ્થિતિ માં સુધારો સાથે વૈશ્વિક ફલક પર ભારત આગેકૂચ કરશે તેમ પણ જાણવા મળ્યુ છે.