/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/06/7d6b5a36-2671-40fb-bf3e-240ba943840c.jpg)
ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ પસંદકર્તાઓએ આગામી મહિને દ.આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય મૂળના જીત રાવલનો સમાવેશ કર્યો છે. 27 વર્ષિય રાવલનો જન્મ ગુજરાતમાં થયેલો છે અને તેઓ 2004માં ન્યૂઝીલેન્ડ જતા રહ્યા હતા.
રાવલ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ ક્રિકેટ રમતા હતા. તેમણે ગુજરાત તરફથી અંડર-19 અને અંડર-15ની ક્રિકેટ મેચો પણ રમી છે. રાવલના જણાવ્યા મુજબ તેમણે આજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અન પિયુષ ચાવલા સાથે ઘણી ક્રિકેટ મેચ રમી છે. રાવલ પાર્થિવ પટેલને પોતાનો સારો મિત્ર ગણાવે છે.
રાવલ જ્યારે 16 વર્ષના હતા ત્યારે ન્યૂઝીલેન્ડ ગયા હતા. શરૂઆતમાં તેમણે પેટ્રોલ પંપ પર કામ કર્યું હતું. પરંતુ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં રમવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી હતી અને તેમની મહેનત રંગ લાવતા ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમમાં તેમની પસંદગી થઇ છે.