Top
Connect Gujarat

ફારુખ શેખના 70માં જન્મદિવસ પર ગૂગલે ખાસ ડુડલ બનાવી યાદ કર્યા 

ફારુખ શેખના 70માં જન્મદિવસ પર ગૂગલે ખાસ ડુડલ બનાવી યાદ કર્યા 
X

આજે ફારુખ શેખના 70માં જન્મદિવસ પર ગૂગલે ખાસ ડુડલ બનાવી તેમને યાદ કર્યા હતા. બોલિવુડનાં જાણીતા એક્ટર ફારૂખ શેખનું કેરિયર રેડિયોથી શરૂ થયું હતું, અને સાથે સાથે તેઓ થિએટર પણ કરતા હતા,

ફારૂખ શેખનો જન્મ 25 માર્ચ 1948માં થયો હતો. 70નાં દશકની શરૂઆતમાં ફારૂખ શેખ નાટકોમાં જોવા મળ્યા અને ઇપ્ટાની સાથે જોડાયા. અહીંથી ફિલ્મ ‘ગર્મ હવા’નાં નિર્દેશક એમ.એસ. સત્યુએ તેમને આ ફિલ્મમાં કામ કરવા માટેની ઑફર આપી, ફિલ્મોમાં ફારૂખ શેખની જોડી દીપ્તિ નવલ સાથે બની અને દર્શકોએ આ જોડીને ઘણી જ પસંદ કરી હતી. આ જોડીએ 9 ફિલ્મોમાં સાથે કામ કર્યું.

ફારૂખ શેખે પોતાના કેરિયરમાં સિનેમાનાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકો સત્યજીત રે, એમ.એસ. સત્યુ, ઋષિકેષ મુખર્જી, મુઝફ્ફર અલી અને કેતન મેહતા વગેરે સાથે કામ કર્યું ,

Next Story
Share it