ફોર્ડ ઇકો સ્પોર્ટના સ્પેર વ્હિલમાં દારૂ સંતાડવાનો કીમિયો નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ

New Update
ફોર્ડ ઇકો સ્પોર્ટના સ્પેર વ્હિલમાં દારૂ સંતાડવાનો કીમિયો નિષ્ફળ બનાવતી શામળાજી પોલીસ

અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકીંગ હાથ ધરતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અધીરા બન્યા છે. બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નિતનવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે બુટલેગરોના તમામ નુસખા પોલિસ નિષ્ફળ બનાવતી હોય તેવું લાગી રહ્યું છે.

શામળાજી પોલીસે અણસોલ ગામ નજીકથી ફોર્ડ ઇકોસ્પોર્ટના સ્પેર વ્હિલમાં છુપાવીને દારૂ ઘુસાડાતો હતો એટલું જ નહીં બુટલેગરો કારની પાછળની સીટમાં ગુપ્ત ખાનામાં સંતાડીને વિદેશી દારૂનો લઇ જતાં હતો. જો કે પોલિસે બુટલેગરોના તમામ પ્લાન પર પાણી ફેરવીનો ₹ 43,200 નો જથ્થો જપ્ત કરી કાર ચાલકને દબોચી લીધો છે. વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના આબાંવાડી વિસ્તારના વિશાલ નામના બુટલેગર અને કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક થી રાજસ્થાન તરફથી આવતી ફોર્ડ ઇકોસ્પોર્ટ (ગાડી.નં-GJ 01 RE 6049 ) ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ કરાતાં પાછળના ભાગે લગાવેલ સ્પેર વ્હિલમાં ખોલતા વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પીએસઆઇ કેતન વ્યાસ અને ટીમ દ્વારા વધુ તપાસ કરતાં પાછળની સીટમાં ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-144 કિંમત ₹ 43,200 નો જથ્થો જપ્ત કરી દિલીપભાઈ હાંજાભાઈ મીણા (રહે,ઉપલા ફળા બડલા,ખેરવાડા,રાજસ્થાન) ની ધરપકડ કરી છે.

આ સાથે જ મોબાઈલ નંગ- 1 કિંમત ₹ 1000 તથા કારની કિંમત રૂપિયા ₹ 400000/- મળી કુલ ₹ 4,44,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના આબાંવાડી વિસ્તારના વિશાલ નામના બુટલેગર તથા રાજસ્થાનના ઉપલા ફળા બડલા,ખેરવાડા ના સુમિત નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories