New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/download-2.jpg)
ઉમેદવારીપત્રો ભરવાના છઠ્ઠા દિવસે ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઇ નાગરભાઇ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી.
૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ગત તા. ૨૮મી, માર્ચથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ હતી. આજે ફોર્મ ભરવાના છઠ્ઠા દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઇ નાગરભાઇ વસાવાએ ૨ ઉમેદવારીપત્રો તથા તેમના ડમી ઉમેદવાર હર્ષદભાઇ ચૌધરીએ બે ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.
ભારતીય ચૂંટણી આયોગ દ્વારા તા. ૦૪/૦૪/૨૦૧૯ ફોર્મ ભરવાની અંતિમ તારીખ નકકી કરી છે. તા. ૦૫/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારીપત્રો ચકાસણી કરવામાં આવશે. તથા તા. ૦૮/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે એનું ચિત્ર સ્પષ્ટ થશે.
Latest Stories