/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/rbi-kREE-621x414@LiveMint.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત ચલણની નોટ રૂપિયા 500 અને 1000ની નોટોને બેંકમાં જમા કરાવવા અને બદલવા માટે જતા લોકો પાસે ઓળખપત્રની કોપી માંગવામાં આવે છે પરંતુ આ અંગે RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
બેંકમાં રુપિયા 500 અને 1000ની નોટો બદલવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ કાઉન્ટર પર ઓળખપત્ર ની ઝેરોક્સ કોપી ન હોવાના કારણે રૂપિયા મળતા નથી. પરંતુ સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ RBI એ સ્પષ્ટતા કરી છે કે બેંકમાં ચલણી નોટો બદલાવવા માટે આવતા લોકોએ માત્ર પોતાનું ઓળખકાર્ડ બતાવવા નું રહે છે તેનો પુરાવો આપવાણી જરૂર નથી.
બેંકના વ્યવહારમાં ID પ્રુફની ગ્રાહકો પાસે ફરજ પાડવામાં આવતા ભારે હાડમારી સર્જાય રહી છે પરંતુ હવે લોકોને થોડી રાહત થશે. જોકે કેટલીક બેંકો દ્વારા નિયમિત ખાતા ધારકો પાસે પણ ઓળખકાર્ડનો પુરાવો માંગવામાં આવતો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવા આવ્યુ છે કે નોટ બદલવા માટે આવેલા ગ્રાહકો એ ડિટેઈલ્સ અને નંબર જ આપવાનો રહે છે. લોકો જો સ્થળ પર ઓળખપત્ર, આધારકાર્ડ કે કોઈપણ પ્રુફ બતાડે તો પણ યોગ્ય હોવાનું RBI દ્વારા જણાવવામાં આવ્યુ છે.