New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/gopichand1.jpg)
બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક બનાવવાની હોડ જામી છે. થોડા સમય પહેલા સાઇના નહેવાલની બાયોપિક બનવાની ઘોષણા થઇ હતી. જ્યારે હવે એના કોચ તેમજ જાણીતા ભુતપુર્વ બેડમિન્ટન પ્લેયર પુલેલા ગોપીચંદ પર બાયોપિક બનાવવાનું જાહેર કરવામાં આવ્યુ છે.
પુલેલા ગોપીચંદ જન્મદિવસ પર એક નિર્માતાએ પુલેલા ગોપીચંદના જીવન પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. ગોપીચંદની માતૃભાષા તેલગુ હોવાથી આ ફિલ્મને હિન્દીની સાથે સાથે તેલગુ ભાષામાં પણ બનાવવામાં આવશે.
હાલ પુલેલા સાઇના નહેવાલની બાયોપિકમાં સાઇનાનું પાત્ર ભજવનાર શ્રદ્ધા કપૂરને ટ્રેનિંગ આપી રહ્યો છે. અને એની બાયોપિક બનાવવાની જવાબદારી વિક્રમ મલ્હોત્રાને સોંપવામાં આવી છે. વિક્રમ એરલિફટ, બેબી અને શેફ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચુક્યો છે.
Latest Stories