બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેના 51માં જન્મદિવસ પર તેની બ્રાન્ડ “બીઇંગ હ્યુમન” હેઠળ જવેલરી  બિઝનેસની શરૂઆત કરશે.

આ ફેશન જવેલરીની શ્રેણી શરૂ કરવા માટે સલમાન ખાનની ફાઉન્ડેશન બીઇંગ હ્યુમનને જાણીતી કંપની સાથે જોડાણ પણ કરી લીધુ છે.

સલમાન ખાને એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે બીઇંગ હ્યુમન બ્રાન્ડ સાથે અમે બિઝનેસનું વિસ્તરણ કરવા જય રહ્યા છીએ તેમજ લોકોએ હંમેશા મને અને બીઇંગ હ્યુમન બ્રાન્ડને ખુબ જ પ્રેમ આપ્યો છે તે પછીના દિવસોમાં પણ મળતો રહેશે એવી આશા રાખુ છુ.

બ્રાન્ડ ડિઝાઇન બાબતમાં સલમાન યુનિક ફેશન અને ઇન્ટરનેશનલ ફેશનના વલણો વચ્ચે સંતુલન જાળવશે તેમજ આ શ્રેણીમાં 65 ટકા જવેલરી  સ્ત્રીઓ માટે અને 35 ટકા શ્રેણી પુરુષો માટેનો સમાવેશ થાય છે.

આ ડિઝાઇનમાં રોજિંદા પહેરવાના ઘરેણા જેમ કે રિંગ, ઇઅરરિંગ, નેક પીસ, અને બ્રેસલેટ જેવી વસ્તુઓ રૂ 150 થી રૂ 3000 સુધીમાં પુરી પાડવામાં આવશે.

 

LEAVE A REPLY