New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/sadsd.jpg)
૧૫ મી ઓગષ્ટ ના સ્વાતંત્રય પર્વ અને ભાઈ-બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનનો શુભગ સમન્વય થતા ભરૂચના દત્ત મંદિર ખાતે ભગાવન દત્તાત્રેય,મહાદેવ સહિત રંગ અવધુત બાપજીને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.
ભરૂચ ના નવાડેરા દત્ત મંદિર ખાતે દત્ત ભગવાન અને અવધૂત બાપજી ને રાખડી ના વાઘા તેમજ વિવિધ પ્રકાર ની રાખડીઓ નો શણગાર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મહાદેવજીને ત્રિરંગી પુષ્પના રાષ્ટ્રધ્વજનો શણગાર કરી લાઇટીંગ સાથે શોભાયમાન કરાતા ભક્તો આ દિવ્ય દર્શન કરી અભિભૂત થઈ ધન્યતા અનુભવી રહ્યા હતા. રાષ્ટ્રપ્રેમ સાથે ધાર્મિક તહેવારને વણી લઈ ભરૂચ દત્ત મંદિર ટ્રસ્ટી ગણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અન્ય ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ માટે પ્રેરણા પુરી પાડી છે.