/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/rAAeC2Xe.jpg)
ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી રસ્તાઓ ઉબડખાબડ બની જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતના બનાવો બની રહયાં છે. વાહનો ચલાવવાનું પણ મુશ્કેલ બની જતાં લોકો તંત્રના માથે માછલા ધોઇ રહયાં છે.
ભરૂચના કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાએ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં ભરૂચ જિલ્લામાં રસ્તાની ખરાબ પરિસ્થિતિની ગંભીરતા સંદર્ભે જિલ્લા પંચાયત, નગરપાલિકા, પી.ડબલ્યુ.ડી., જી.એસ.આર.ડી.સી. સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે અધિકારીઓને 10 દિવસમાં રસ્તાઓનું રીપેરીંગ કરાવી દેવા સુચના આપી છે. બેઠકમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિકારી જે.પી.અસારી સહિત અન્ય અધિકારીઓ હાજર રહયાં હતાં.