ભરૂચના જે.બી મોદી પાર્ક નજીકની વરસાદી કાંસની સફાઈ ન થતા ૭૦ થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની દહેશત

85

ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસોની સફાઈ કરાવી હોવાની ગુલબાંગો ફૂંકી રહી છે. ત્યારે ભરૂચના જે.બી મોદી પાર્ક નજીકના વરસાદી કાંસની સફાઈ ન કરાવતા તેની આસપાસના ૭૦ થી વધુ સોસાયટી માં વરસાદી પાણી ભરાઇ રહેવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

આગામી વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ભરૂચના શક્તિનાથ થી જે. બી મોદી પાર્ક નજીક ૭૦ જેટલી સોસાયટીઓને જોડતા આ વરસાદી કાંસની સફાઈ ન કરવામાં આવતા સમગ્ર વરસાદી કાંસમાં કચરાના ઢગલાઓને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે ભરૂચ નગર પાલિકા આ કાંસની સફાઈ ન કરાવતા અને આગામી અઠવાડિયામાં વરસાદ આવશેની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જો ભારે વરસાદ વરસી પડે તો વરસાદી કાંસની સફાઈ ના અભાવે આ વિસ્તારની ૭૦ થી વધુ સોસાયટીઓ તથા શાળાઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી વરસાદી કાંસની સાફ-સફાઈ કરી હોવાની ગુલબાંગો ફૂંકવા કરતા તાકીદે આવરસાદી કાંસની સફાઇ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

આ અંગે સ્થાનિકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વરસાદના આગમનને હજુ એક અઠવાડિયું જ બાકી છે. ત્યારે ભરૂચ નગરપાલિકા પાસે આ કાંસની સફાઈ કરવા માટેનો હજુ પુરતો સમય છે. જો ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસની સફાઈ કરાવે તો ૭૦ થી વધુ સોસાયટીના રહીશોને વરસાદી પાણી ભરાવાની દહેશત માંથી મુક્તિ મળી શકે તેમ છે. પરંતુ જો ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસની સફાઈ નહીં કરાવે તો વરસાદી ઋતુના ચાર મહિના ૭૦ થી વધુ સોસાયટી તથા શાળાઓમાં વરસાદી પાણીના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

LEAVE A REPLY