ભરૂચના પત્રકારો દ્વારા કરાઇ મતદારોને મતદાન માટે અપીલ

New Update
ભરૂચના પત્રકારો દ્વારા કરાઇ મતદારોને મતદાન માટે અપીલ
  • Yes I Will Voteનો ખાસ કાર્યક્રમ યોજાયો
  • વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પબધ્ધ બન્યા પત્રકારો

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી કનેકટ ગુજરાત દ્વારા માહિતી કચેરીની બહાર Yes I Will Vote માટે પત્રકારો દ્વારા મતદારોને મતદાન માટે કરવામાં આવેલી અપીલ જનતા સુધી પહોંચાડવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા મતદાન અચૂક કરવા અંગે પત્રકારો સંકલ્પબધ્ધ બન્યા હતા.

Yes I Will Voteના આ કાર્યક્રમમાં પત્રકારોને કરવામાં આવેલી પ્રશ્નોત્તરીમાં લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં જિલ્લાના તમામ મતદારો ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત મતદારને કોઇપણ ઉમેદવાર યોગ્ય ન લાગતો હોય તો નોટાનો ઉપયોગ કરી શકે છે પરંતુ મતદાન અચૂક કરવું જાઇએ. આ કાર્યક્રમમાં મતદાતાને મત આપવા માટે પ્રત્યક્ષ/અપ્રત્યક્ષ રીતે લોભ લાલચમાં ન આવી તટસ્થ રીતે મતદાન અવશ્ય કરવું જાઇએ.

મહિલાઓએ એક દિવસ કામ બાજુ પર મુકીને મતદાન કરવા અવશ્ય જવું જાઇએ. આ ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરવા જતાં મતદારોને અગવડ ન પડે એ હેતુથી ચૂંટણીપંચ દ્વારા મતદાર ઓળખકાર્ડ સિવાયના ચૂંટણીપંચે માન્ય કરેલ વૈકલ્પિક પુરાવાઓ માન્ય ગણાશે. ટૂંકમાં તા.૨૩ મી એપ્રિલ - ૨૦૧૯ ના રોજ સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ સુધીમાં જિલ્લાના મતદારોએ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં પોતાનો યશસ્વી ફાળો નોîધાવે તેવી અપીલ પત્રકારો દ્વારા થઇ હતી.

Latest Stories