Connect Gujarat
ગુજરાત

ભરૂચના લિંક રોડ પર આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે ઉકાળાનું વિતરણ

ભરૂચના લિંક રોડ પર આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે ઉકાળાનું વિતરણ
X

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવ થી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ

ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના

પ્રમુખ સુરભિબેન તમાકુવાલા હાજર રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં

ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં તેની રોકથામ માટે સરકારી તંત્ર દ્વારા તમામ

પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન પણ હાથ

ધરવામાં આવ્યું છે. જ્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુના તાવથી બચવા સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક

હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરવામાં આવ્યું. આ હર્બલ પેય ડેન્ગ્યુના તાવનો શિકાર

બનેલા લોકો ઉપરાંત સ્વસ્થ અને તંદુરસ્ત લોકો પણ લઈ શકે છે તેનાથી રોગ પ્રતિકારક

શક્તિમાં વધારો થાય છે તેમ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલે જણાવ્યું હતું.

Next Story