ભારત સરકારે ગત વર્ષે રાજ્ય સરકારોના પંચાયત રાજ વિભાગ ટેકનીકલ સંસ્થાઓ ગ્રામીણ ટેકનિકલ એક્શન ગૃપ તેમજ સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને નવી યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારની જીટીયુ હેઠળની 75 કોલેજોએ રાજ્યના 350 જેટલા ગામોને સાથે સાંકળીને જૈવિક ખેતી પાણી સંચાલન શક્તિ સહિતના મુદાઓ પર કામગીરી શરૂ કરી છે.
પ્રાથમિક સુવિધાઓ તથા ગ્રામ ઉદ્યોગ પરંપરાગત કામગીરી અને આજીવિકા વિકાસ અને વિવિધ યોજનાઓ સંકલન કાર્યો ગામોની જરુરીયાત શક્તિ અને સહમતીથી કરવામાં આવશે. ઉન્નત ભારત અભિયાન અને કેન્દ્ર સરકારના જળ શક્તિ ની સમજ મુજબ જળ સંચલન પર એક પરિસંવાદનું આયોજન એસવીએમઆઇટી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું .રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સો વર્ષ પહેલા હિન્દી સ્વરાજની પરિકલ્પના અને અનુલક્ષીને ભારતના ગામો નિરંતર વિકસી બનવા માટે સર્વ નિર્ભર અને સ્વદેશી રીતે ગતિશીલ અને એ ભાવના સાથે અભિયાન શરૂ કરાયું છે.