/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-60.jpg)
ભરૂચ જિલ્લામાં વિત્યા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, અને 348 મીમી એટલે કે 13 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાતાવરણમાં બફારાનો સામનો કરતા લોકોમાં વરસાદ પડે તેવી તીવ્ર ઈચ્છા જાગી હતી,અને શનિવાર થી જ મેઘઘટા છવાઈ હતી, વાદળોની ફોજ સાથે વરસાદે ધબધબાટી બોલાવતા વાતાવરણ રમણીય બની ગયુ હતુ. અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.
જીલ્લામાં સૌથી વધુ વરસાદ વાગરા તાલુકામાં 94 મીમી અને વાલિયા તાલુકામાં 73 મીમી નોંધાયો હતો.જ્યારે સૌથી ઓછો વરસાદ હાંસોટમાં 15 મીમી અને જંબુસરમાં 16મીમી નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા
આમોદ : 30 મીમી
અંકલેશ્વર : 20 મીમી
ભરૂચ : 58 મીમી
હાંસોટ : 15 મીમી
જંબુસર : 16 મીમી
વાલિયા : 73 મીમી
નેત્રંગ : 22 મીમી
ઝઘડીયા : 20 મીમી
વાગરા : 94 મીમી
કુલ : 348 મીમી