ભરૂચ: દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત

New Update
ભરૂચ: દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત

દીવાલ ઉપર કરંટ ઉતરતો હોય જીવંત વાયર પકડી લેતા ઘરમાં એકલા રહેલા યુવાનનું સ્થળ પર જ મોત

Advertisment

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભાથીજી દાદાના મંદિર પાસે રાવલિયા ફળિયામાં રહેતા 48 વર્ષીય રવીયા ભાઈ લક્ષ્મણભાઇ વસાવા મંગળવારે ઘરે એકલા હતા. તેમની પત્ની અને પુત્ર કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેઓ ટીવી ચાલુ કરવા ગયા હતા. વરસાદી મોસમમાં તેમના ઘરની દીવાલમાં ભેજ ઉતરો હોય ટીવી ચાલુ કરતા કેબલને અડી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કેબલ પર ઉતરતા વિજ કરંટ લાગતા તેમણે ચોંટી જતા બુમરાણ મચાવી હતી.

publive-image

જોકે આસપાસના લોકો આવે તે પહેલાં જ તેમનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક ઔપચારીકતા અર્થે તેઓને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ૧૮૦ માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભણીયા સુરેન્દ્ર વસવાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisment
Latest Stories