ભરૂચ: મજુરદિન નિમિત્તે કામદાર જાગૃતિ સંમેલન યોજાયું

New Update
ભરૂચ: મજુરદિન નિમિત્તે કામદાર જાગૃતિ સંમેલન યોજાયું

આજે વિશ્વ મજુરદિન નિમિત્તે ભરૂચમાં આવેલ આંબેડકર હોલમાં કામદાર જાગૃતિ સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લામાં કામ કરતા કામદારોને એમના હક્ક અને અધિકારો અંગે જાગૃતિ આવે તેમજ તેઓ તેમના હક્ક અને અધિકારો માટે લડતા થાય જેથી એમને એહસાસ થાય કે તેમને પણ તેમના હક્ક મેળવવાનો અધિકાર છે. જે અંગેની જાગૃતિ તેમનામાં આવે તે હેતુસર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ડેપ્યુટી લેબર કમિશ્નર જાની, પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર મેરી સહિતના તમામ અધિકારીઓએ ઉપસ્થીત રહી અને કામદારોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સમગ્ર વિશ્વમાં ૧લી મેં ના દિવસે વિશ્વ મજુર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, વિલાયત વગેરે GIDCની કંપનીઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જ એક કાર્યક્રમ શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાની GIDCની વિવિધ કંપનીઓના કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા.કામદાર જાગૃતિ સેમિનારનું ઉટઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકી અને અન્ય કામદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કામદાર આગેવાનોએ કામદાર હિત અંગેના કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. કામદાર આગેવાન ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે કામદારોનું હિત કામદાર એકતામાં સમાયેલું છે.આ સેમિનારમાં ખુબ મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે કામદાર પ્રમુખ ડી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે, જે વિશ્વ મજુર દિવસની શરૂઆત થઈ તે તબક્કામાં ઘણા કામદારો શહિદ થઈ ગયા.અમેરિકાના સિકાગો ખાતે જયારે કામદારો પાસે ૧૮-૧૮ કલક કામ લેવામાં આવતું હતું. ત્યારે કામદારોમાં એક એવી લાગણી પેદા થઇ કે, અમારૂં શોષણ થઈ રહ્યું છે. તે માટે તેમણે એક લડત શરૂ કરી અને તેના ફળ સ્વરૂપે અમેરિકાની અંદર કામદારો ઉપર ગોળી ચલાવવામાં આવી જેમાં કેટલાય કામદારોએ શહીદી વ્હોરી, અને ત્યાર બાદ ૧૯૮૯૧માં ૧લી મે ના દિવસને વિશ્વ મજૂર દિન તરીકે ઉજવવાનું વિશ્વ સ્તરે નક્કી કરવામાં આવ્યું. જેના પરિણામે ગુજરાત જ નહીં પણ આજે આખા વિશ્વમાં મજુર દિવસ ઉજવવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં મજુર દિવસની કોઇ રજા આપવામાં આવતી નથી. આમ જોવા જઇએ તો ખરેખર આજે બે પ્રસંગ છે એક તો ગુજરાત સ્થાપના દિન અને બીજો વિશ્વ મજુર દિવસ માટે ગુજરાત સરકારને એટલી જ વિનંતિ છે કે ગુજરાતમાં રજા જાહેર કરે એવી અમારી માંગ છે.

Latest Stories