Connect Gujarat
Featured

ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ
X

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી થતા અંદાજે ૨૫ મકાનોમાં વિજળીનો પ્રવાહ ખોરવાયો હતો. જોકે વરસતા વરસાદ વચ્ચે પણ રાજપારડી વિજળી વિભાગની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તુરંત દોડી આવી સમારકામ કરી તાકીદે વિજ પુરવઠો કાર્યરત કર્યો હતો.વિજળી વિભાગની ટીમોને સમારકામ કામ દરમિયાન રાજપારડી પંચાયતના ડેપ્યુટી સરપંચ મદદરૂપ બન્યા હતા અને વિજળી વિભાગની ટીમોને મદદ કરી હતી.

રાજપારડી વિજળી વિભાગના સુત્રોમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ નગરના ચારરસ્તા પાસે આવેલ જે.જી.વાય.લાઇનના વિજપોલને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા ફોલ્ટ સર્જાયો હતો. અને મોટા અવાઝ સાથે ધડાકો થયો હતો. ઘટના અંગે રાજપારડી વિજળી વિભાગને જાણ થતા વિજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે વરસતા વરસાદ વચ્ચે દોડી આવ્યા હતા અને સમારકામ કરવાની કામગીરીની શરૂઆત કરી હતી. એક તરફ ભારે વરસાદ અને સમારકામ કરવાનુ હોઇ પરિસ્થિતિ જોતા રાજપારડી પંચાયતના ડેપ્યુટી સરપંચ પી.સી.ભાઇ.પટેલ પણ મદદે દોડી આવ્યા હતા અને વિજળી વિભાગના કર્મચારીઓને મદદ કરી હતી. વિજળી વિભાગ દ્વારા ભારે વરસતા વરસાદ વચ્ચે પણ તાત્કાલિક વિજપોલની આજુબાજુ વાંસડાનુ ફેન્સીંગ કરી લોકોની સલામતી પણ જળવાય તેમ આયોજન કરી વિજળીનો પુરવઠો કાર્યરત કરતા ગામલોકોએ વિજળી વિભાગ તેમજ ડેપ્યુટી સરપંચની કામગીરી બિરદાવી હતી.

Next Story